SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર) "ઈતિહાસની પૂર્વભૂમિકા તત્ત્વનું અસ્તિત્વ બતાવે છે એ હકીકતને ખ્યાલમાં લેતાં, આ સમૂહ પ્રાચીન ભારતયુરોપીય ભાષા બેલત હોય એ વિશેની શકયતાને ટાળી શકાય નહિ. (એ) ગુજરાતના હડપ્પીય લોકોને ધર્મ પચરંગી વસ્તી હોવાને કારણે એ સ્વાભાવિક છે કે લોથલના નાગરિકોની ધાર્મિક ક્રિયાઓ વગે વગે વિવિધ હેય. કેટલાક અગ્નિદેવને પૂજતા, તે બીજા સજીવતાવાદને અનુસરતા. આમ છતાં નવાઈ લાગે છે કે સિંધુખીણમાં ખૂબ જ પ્રચલિત હતી તેવી માતાજીની કે પશુપતિ( શિવજીની પૂજા કે સિંધુ પ્રજમાં પ્રચલિત હવાની ધરાયેલી કહેવાતી લિંગપૂજા લેથલમાં કે ગુજરાત અને રાજસ્થાનની અન્ય કોઈ હડપ્પીય વસાહતમાં હોવાના પુરાવા મળ્યા નથી. સિંધુ પ્રદેશની માતાજીની આકૃતિની ગેરહાજરી સિંધુખીણની બહાર અનોખી તરી આવે છે. લોથલમાંથી મળેલાં બસોથી વધુ મુદ્રાઓ અને મુદ્રાકમાંના કેઈમાં પણ યોગાસનમાં બેઠેલા શૃંગી ત્રિમુખ દેવ કે અન્ય કોઈ ધામિક દશ્ય રજૂ થયું નથી. બીજી બાજ, અગ્નિપૂજા માટેની કાટખૂણિયા અને વર્તુલાકાર વેદીઓ ખાનગી મકાનમાં અને જાહેર જગ્યાઓમાં જોવામાં આવી છે. એ વેદીઓ ખાડા-રૂપે છે. આ ખાડાઓ મકાન-તળમાં ખાંચીને કરેલા છે. એની ચારે બાજુ કાચી ઈટોની કે ચેરસ ઈટોની વંડીઓ ચણેલી છે. એમાં રાખ અને દીકરીઓ ઉપરાંત પકવેલી માટીની ત્રિકોણાત્મક થેપલીઓ રહેલી હોવાનું માલૂમ પડ્યું છે. માર્ગ ૯ માં વેદીની બાજુમાં સિંધુ શૈલીમાં સુંદર રીતે ચીતરેલી બરણી મૂકેલી મળી આવી છે (પટ્ટ ૨૮, આ. ૧૫૦),એનાથી ધાર્મિક વિધિને અર્થ સરત હશે, જેને વૈદિક યમાં વપરાતા “પ્રણીતા” નામના પાત્ર તરીકે ઓળખાવાય. એ વેદીની દીવાલમાં બનાવેલા એક કાટખૂણિયા અને બીજા અધ–વતુંલાત્મક ખચકા પાત્રો રાખવા માટે કરેલા જણાય છે. વેદીના એક ખૂણામાં જોવામાં આવેલું થાંભલીઓ ખેડવા માટેનું કાણું લાકડાની થાંભલી ખોડવા માટેનું હશે. વેદીની નજીકથી મળી આવેલે, પાછલી બાજુએ કાળી મેશના નિશાનવાળે, પકવેલી માટીને સરો સૂચવે છે કે એને ઉપયોગ અગ્નિમાં પ્રવાહી હેમવા માટે થતું હશે અને એ આપણને યજ્ઞોમાં વપરાતા સ્ત્રની યાદ આપે છે. ઉપરની વિગતે પરથી અનુમાન તારવી શકાય કે લેથલના લેકે અગ્નિની ઘરમાં તથા જાહેરમાં એમ બેઉ પ્રકારની પૂજા કરતા હતા. અગ્નિ-વેદીઓ તબક્કા ૨ અને તબક્કા માં નીચેના ભાગના નગરમાં જ જાણવામાં આવી છે, પરંતુ પછીથી તબક્કા ૪ માં શાસકના ચાલ્યા ગયા પછી એ ઉપરકોટમાં પણ બાંધવામાં આવી હતી. કદાચ નગરીના શાસકેને
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy