SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ મું]. આથ-ઐતિહાસિક સંસ્કૃતિઓ [t૧૫ ઊંડાઈને, ઉત્તર-દક્ષિણ લંબાઈને લંબચોરસ ખાડો ખોદવામાં આવતો હતો. ખાડે ખાદ્યા પછી સહેજ ઊંચું કરેલું અને પૂર્વ તરફ ઢળેલું રહે તે રીતે માથું ઉત્તરમાં રાખી શબને પૂરેપૂરું લંબાવીને મુકવામાં આવતું હતું. મુખ્યત્વે જેમાં માટીનાં પાત્ર હોય તેવી દફનમાં મૂકવાની ચીજો માથા કે ખભા પાસે, અને કવચિત જ પેઢા પાસે, મૂકવામાં આવતી હતી. શરીર અને દફન–ચીજોને મૂક્યા પછી ખાડો માટીથી પૂરી દેવામાં આવતો હતો. ચણતરી કફન થાય એ રીતે દફનના ખાડાને કાચી ઈટથી ચણું લેવાને એકમાત્ર દાખલું ધ્યાન ઉપર આવ્યા પણ છે, પરંતુ કોઈ ઘાસના આચ્છાદનને અથવા તે કાષ્ઠના કેઈ કફનને સગડ મળતો નથી. પછીનાં દદન ખોદતી વેળા તબકકા રૂ નાં કેટલાંક દફનેને અડચણ પહોંચી હતી, અને એ રીતે પ્રાકાલીન થરોના દફનના રાચરચીલાને અને હાડપિંજરને નુકસાન થયું હતું. માણસનું મૃત્યુ થયા પછી ખરેખર કયા વિધિ કરવામાં આવતા હતા એ વિશે જાણવાનાં સાધન મળ્યાં નથી, પરંતુ દફનના ખાડાઓમાંથી મળેલી ચીજેમૃતકને અર્પણ કરાતી ચીજો પર થેડે પ્રકાશ પાડે છે. દફન નં. ૧૩ માંથી માનવ-હાડકાં સાથે બકરીનાં હાડકાં મળી આવ્યાં હતાં, જ્યારે દફન નં. ૬ માંથી પશુના જડબાનું હાડકું મળી આવ્યું હતું. અહીં એની યાદ આપવી જોઈએ કે ટ્વેદમાં પ્રાર્થના કરવામાં આવી છે કે “હે અગ્નિ, આ યત્તિય અજ તમારા માટે ભેગ છે, એને સ્વીકાર કરો અને ઈજા ન થાય તે રીતે મૃતાત્માને ધર્મિકોના લેકમાં લઈ જાઓ” ( ૧૦, ૧૬, ૭). આખલે કે ગાય જેવા પશુનું બલિદાન વૈતરણું અને અનુસ્તરણું ગાયના બલિદાનની આર્ય રસમને અવશેષ લાગે છે. કાલ તબકકા ૩ અને ૪ નાં દફનોમાં મૂકવામાં આવેલાં મૃાોમાં હડપ્પીય પ્રકારની ઘોડીવાળી રકાબી (પટ્ટ ૨૭, આ. ૧૫૦) અને સાંકડા કાંઠાની બરણી, તેમજ ચળકતાં લાલ મૃત્પાત્રોમાંનાં બહિર્ગોળ બાજુવાળું પ્યાલું અને ગોળ તળાની બરણી છે. ઊંચા કાંઠાની બરણી અને લેટાના ઘાટના વાસણ જેવા વિકસિત હડપ્પીય ઘાટ સમય મા નાં દફનેમાં મળી આવ્યા છે. દફન નં. ૭ માં બેમાંના એક હાડપિંજરને કાનમાં તાંબાની કડી હતી, બીજાં બે દફનોમાં છીપની બંગડીઓ મળી હતી જેથલમાં દાટવાની એક અવનવા પ્રકારની પદ્ધતિ પ્રકાશમાં આવી છે. ત્રણ દફન એવાં છે કે જેમાં કંઈ કાલક્ષેપ વિના એક જ સમયે દાટવામાં આવ્યાં હોય તેવાં બએ હાડપિંજર મળી
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy