SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ આઘઐતિહાસિક સંસ્કૃતિઓ [૨૯ બદલે વાળી આપે તેવા માલદાર ગ્રાહકો ગરીબ બિચારા કુંભારને મળ્યા નહિ અને તેથી એને હલકા દરજજાની રુચિઓ ધરાવતા વધુ ગરીબ વર્ગના લોકોની ઘરાકી કરવી પડી, તેથી ઉતાવળે રાતા રંગને લેપ કે હાથ લગાવ્યા પછી વાસણની સપાટીને મર્યાદિત વિસ્તાર ઉપર લહેરાતી અને ત્રાંસી રેખાઓ, ટપકાં, પાશ અને પર્ણ જેવી તદ્દન પ્રાથમિક પ્રકારની ભાત દેરવાનું કલાકારને પસંદ કરવું પડયું. મૃત્પાત્રેના ચિત્રણ વિશેની બેદરકારી વિષમ રેખાઓથી છતી થાય છે. કુંભારે ભાગ્યેજ પક્ષી કે છોડ ચીતર્યા છે, અને જ્યારે એ ચીતર્યા છે ત્યારે એ અમુક રૂઢિગત આકૃતિને અનુસર્યો છે, જેવું મેરની આકૃતિ ચીતરવાની બાબતમાં લેથલ અને રંગપુરના અંત્ય હડપ્પીય સમયનાં વાસણ ઉપર દેખાય છે. સમય જતાં, અવનત સિંધુ અને પ્રાંતીય શૈલીઓના સંયેજને સાંયે સર્યું છે કે જ્યાં સમય ૨ ફુ અને રૂ માં ચળકતાં લાલ પાત્રો ઉપર બકરાં અને આખલાઓનાં રેખાંકન કરવામાં આવ્યાં હતાં. આ ભાવ મધ્ય ભારતમાંના નાગદા આગળની અનુ-હડપ્પીય તામ્રપાષાણુ સંસ્કૃતિઓમાં પણ દેખા દે છે. ૩. મુદ્રા-ઉકિરણ લેથલમાંથી મળેલા આરૂઢ હડપ્પીય સંસ્કૃતિના સહુથી વિશિષ્ટ પદાર્થો તે મુદ્રાઓ છે. એ સામાન્ય રીતે સેલખડીની અને પ્રસંગવશાત અકીક, ચર્ટ, તાંબું, ફાયન્સ અને પકવેલી માટીની બનેલી હોય છે. તેઓને સાચા અર્થમાં હઠપ્પીય નકશીકળાના સર્વોત્તમ નમૂના કહેવામાં આવે છે. કુબાઉ ભાતમાં કોતરવામાં આવેલાં પ્રાણીઓની જીવન–સદશ મૂર્તતા માટે એ જાણીતી છે. મુદ્રાઓ ઉપર અનેક પ્રકારનાં પ્રાણ કોતરેલાં હોય છે, ઉપરાંત સિંધુ-ખીણની ચિત્રલિપિમાં નાને અભિલેખ પણ સુંદર રીતે કરવામાં આવ્યો હોય છે (પદ ૨૧, આ. ૧૪૧-૧૪૨). ૨ થી ૩ સે. મી. ની રસ નાની જગ્યામાં પશુઓની આકૃતિઓનું સબળ નિરૂપણ છે. એમાં વાસ્તવિક સ્વરૂપમાં બધી સ્નાયુગત વિગતો દર્શાવી છે. આ સિંધુ-કલાકારની અનન્ય સિદ્ધિ છે. હડપ્પીય લોકોને બેહરીન, મિસર અને મેસોપોટેમિયા સાથેના વેપારી સંબંધ હોવા છતાં, મુદ્રાઓ અને તેલાં જેવી એમની વેપારની જનાઓ આકૃતિ અને વિષયમાં તદ્દન ભિન્ન રહી હતી. તેથલની મુદ્રાઓ રેખાંકનમાં તથા છેદમાં સામાન્ય રીતે ચેરસ અથવા લંબચોરસ પ્રકારની હોય છે અને એની પાછળ સછિદ્ર દદ્દો હોય છે. ચોરસ પ્રકારની થોડી જ મુદ્દાઓ એના છેદમાં ત્રિફેણુ, પંચકેણુત્મક કે સમતલાલ હોય છે. છેલ્લા બે પ્રકારમાં
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy