________________
૧૧૮] ઈતિહાસની પૂર્વભૂમિકા
(પ્ર. આ વિગત એ વાતનું સમર્થન કરે છે કે અત્યારના ધોરણે વિચારતાં લોથલને ધક્કો મોટો હતો અને એની ઊંડાઈ મુસાફરી વહાણેને માટે તદ્દન પૂરતી હતી.
ઈ. પૂ. ૨૦૦૦ માં આવેલા મોટા પૂરને કારણે નદીએ લોથલની પાસે પિતાના મૂળ ભરતી–મુખમાં રેતીની જમાવટ કરી અને એ નગરથી પૂર્વ બાજુ બે કિ. મી. (સવા માઈલ) ઉપર વહેવા લાગી, પરિણામે સમુદ્રમાંથી ધકકામાં આવવાનો માર્ગ સરળ રહ્યો નહિ. પૂરને કારણે નુકસાન પામેલી કાંઠાની દીવાલે મથાળે જાડાઈ ઓછી કરીને ફરી બાંધી લેવામાં આવી અને નદીના નવા ભરતી– મુખ સાથે ધકકાને જોડતી ૨.૫ કિ. મી. (દેઢ માઈલ) લંબાઈની બે મીટર (છ ફૂટ) ઊંડી ખાઈ ખોદી કાઢવામાં આવી. પૂર્વના કાંઠામાં ૬.૫ મીટર(સાત વાર)ની પહેલાઈને પ્રવેશ-માર્ગ બાંધવામાં આવ્યું, જે બહારની બાજુએ બે દીવાલ વડે રચાયો હત; આથી પાયાને થતાં ધોવાણ અને તૂટભાંગ રોકી શકાતાં.
પૂર્વના બંધમાંના મૂળ પ્રવેશ-માર્ગ કરતાં નવો પ્રવેશમાર્ગ કદમાં નાને હોવાને કારણે અને નાળા કરતાં ખાઈવધુ છીછરી હેવાને લઈને તબક્કા ૪માં મોટાં વહાણે પાત્રમાં દાખલ થઈ શકતાં નહોતાં. ધક્કાને ઉપયોગ હવે વધુ નાના મછવા કરતા હતા, જ્યારે વધુ મોટાં વહાણેને સમુદ્રધુનીમાં નાંગરવાનું થતું હતું. ધક્કાને છેલ્લે વિનાશ તબક્કા ૪ ને અંતે લગભગ ઈ પૂ. ૧૯૦૦ માંના પરને લીધે થયો અને પાત્ર પૂરેપૂરું પુરાઈ ગયું. આમ લાલિ બંદરના સમુદ્રપારના વેપારની ભરચક પ્રવૃત્તિના કાલને અસ્ત થઈ ગયો.
તબક્કા ૨ અને ૩ માં લેથલ બંદરમાં થયેલા વેપારના જથ્થાને ક્યાસ વખારના કદ અને ધકકાના કદાવરપણુ પરથી આવી શકે છે. લોથલની વખાર હડપ્પા અને મહેંજો–દડેના કોઠારોના કરતાં કદમાં વધુ મોટી છે, જ્યારે ધક્કાની લંબાઈ ૨૪૦ મીટર (૨૬ર વાર) થી પણ વધુ છે, તેથી એ સ્પષ્ટ છે કે લોથલના બંદરમાં વહાણ માં ભરેલ ભાલ ભારે વિશાળ જથ્થામાં લાવવામાં આવતા હો જોઈએ. ઉખનનમાંથી હાથ લાગેલ મુદ્રાઓ અને મુદ્રાકોની મોટી સંખ્યા પરથી નિશંક રીતે અનુમાન કરી શકાય કે લેથલ સિંધુ સામ્રાજ્યનું સહુથી મોટું બંદર હતું. ત્યાંના રહેવાસીઓએ પોતાનાથી બન્યું ત્યાંસુધી ધક્કાને સારી સ્થિતિમાં જાળવી રાખ્યો, કારણ કે એમની ઉન્નતિને આધાર સમુદ્રપારના વેપાર ઉપર હતો; પરંતુ જ્યારે એમનાથી કાંઈ વળી શકે એમ ન રહ્યું ત્યારે, ઈ. પૂ. ૧૯૦૦ માં આવેલા પૂરથી થયેલા ભંગાણને લીધે, જામેલા ભારે ભંગાર નીચે એ દબાઈ ગયા બાદ એમને બંદરને ચાલુ રાખવાના વધુ પ્રયત્ન છોડી દેવા પડ્યા.