SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાગઐતિહાસિક સંસ્કૃતિએ t૧૦૦ આવ્યા એવું અમુક વિદ્વાનું સૂચન પ્રતીતિકર પુરાવસ્તુકીય પુરાવાથી પ્રમાણિત થઈ શકતું નથી. આમ છતાં સંભવ છે કે પૂર્વકાલીન હડપ્પીય લેકે કચ્છમાં પ્રથમ આવી વસ્યા અને ઉત્તર કાંઠા પર સ્થિર થયા. બીજે હડપ્પીય લેકસમૂહ કાંઠે કાંઠે દક્ષિણ તરફ ખસ્યો અને લોથલ પહોંચ્યો. કચ્છના દક્ષિણ કાંઠે માંડવી નજીક નવી નાળમાં તેમજ સૌરાષ્ટ્રમાં દક્ષિણ કાંઠે હાથબમાં મળેલ પૂર્વકાલીન હડપીય બંદરોના સ્થાનથી આને સમર્થન મળ્યું છે. આ બેઉ સ્થળોના અંતરાલમાં તેઓએ બીજું સ્થળ સ્થાપ્યું હોય કે જે હજી આપણી નજરમાં આવ્યું નથી. એવું પણ સંભવે છે કે હડપીય નાવિકે કચ્છમાંના નવી નાળ કે કોઈ બીજા બંદરેથી હાથબ અને લોથલ સીધા જતા. આથી હડપ્પીય અન્તર્ગામીઓ ભૂમિમાર્ગ કરતાં સમુદ્રમાર્ગને વધુ પસંદ કરતા એ નિઃશંક છે. | ગુજરાતમાંનાં સૌથી વધુ હડપ્પીય સ્થળોમાંથી મળતી વિપુલ પુરાવસ્તુકીય સાધનસામગ્રીના સમીક્ષિત અભ્યાસથી એ ઘણું સ્પષ્ટ થાય છે કે બેઉ સમયે સમુદ્રમાર્ગ લઈને હડપ્પીય લેકે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બે પ્રવાહમાં આવ્યા. પહેલી હિલચાલ ઈ. સ. પૂર્વે ૨૪૫૦ માં થઈ તે વેપારીઓ પૂરતી મર્યાદિત હતી. આ વેપારીઓ કાંઠાનાં વેપારી મથકમાં સ્થિર થયા અને તેઓએ વેપારી વસાહત સ્થાપી, જે ક્રમે ક્રમે ઔદ્યોગિક કે દ્રોમાં વિસ્તૃત થઈ. આનું તાદશ દષ્ટાંત લથલ છે. મોટે ભાગે પૂરને કારણે થયેલા સિંધુ ખીણની વસાહતોના નાશને લઈને બીજી હિલચાલ ઈ. સ. પૂર્વે ૧૯૦૦ માં થઈ. આ સમયે એ વેપારી માલની શોધમાં જનારા સમૃદ્ધ વેપારીઓ નહિ, પરંતુ મોટી સંખ્યામાં સ્થળાંતર કરેલા દીન આપઘ્રસ્ત આશ્રયાર્થીઓ હતા. એ લેકેએ કચ્છમાં ટડિયે અને સૌરાષ્ટ્રમાં આમરા, લાખાબાવળ, પ્રભાસ, કીંદરખેડા અને કણજેતર જેવાં નદીમુખો ઉપરનાં બંદરોમાં કામચલાઉ વસાહતો કરી. સમય જતાં તેઓ વધુ અનુકૂળ પ્રદેશ શોધતા, અંદરના ભાગમાં વસ્યા. આમ ગોપ, શ્રીનાથગઢ (રોજડી), દેવળિયા, બાબરકોટ વગેરે સ્થળોએ ઉત્તરકાલીન હડપ્પીય લોકેની કેટલીક મોટી ગ્રામ-વસાહત અસ્તિત્વમાં આવી. ' હડપ્પીય સંસ્કૃતિને પ્રચાર માત્ર કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ પૂરત મર્યાદિત નહતો; સાહસિક હડપ્પીય વેપારીઓ પશ્ચિમ કાંઠે વધુ દક્ષિણમાં આગળ વધ્યા. અત્યાર સુધીમાં જાણવામાં આવેલું પરિપકવ હડપ્પીય સંસ્કૃતિનું છેક દક્ષિણનું મથક ભાગાતળાવ છે. એ ટીંબો ભરૂચ જિલ્લામાં કીમના મુખપ્રદેશમાં જેતપોર નજીક આવેલું છે. ભરૂચ નજીક ઉત્તરકાલીન હડપ્પીય બે સ્થળો છે;
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy