SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાગઐતિહાસિક સંસ્કૃતિએ t૧૦૫ એ પછી, હડપ્પીય લોકોની દક્ષિણ તરફથી હિલચાલનું તાત્પર્ય અને દ્વીપકલ્પ પર થયેલી એમની સંરકૃતિની અસર સમજવા માટે સૌરાષ્ટ્રમાં વધુ સમૃદ્ધ હડપ્પીય સ્થળે માટે તપાસ કરવાનું જરૂરી જણાયું, તેથી ૧૯૫૪ માં આ પ્રદેશનું પદ્ધતિપૂર્વક સર્વેક્ષણ હાથ ધરાયું, જેનાથી સિંધમાંથી સૌરાષ્ટ્રમાં હડપ્પીય લોકો કયા માર્ગે આવ્યા હતા, અને જે ત્યાં વધુ હડપ્પીય વસાહતો હોય તો, એ દર્શાવી શકાય. પહેલવહેલું, ગુજરાતની તળભૂમિને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ સાથે જોડતા માર્ગને જળ સિંચતી સાબરમતી નદીના મધ્ય ભાગના અને નીચાણના વિરતારોમાં સ્થળતપાસ કરવામાં આવી, એટલા માટે કે હડપ્પીય લેકે ભૂમિમાર્ગે આવ્યા હોવાની આશંકા હતી. પરંતુ સાબરમતીને મધ્ય પ્રવાહની બાજુમાં આવેલ ઉત્તર ગુજરાતનાં મેદાનોમાં પૂર્વકાલીન હડપ્પીય વસાહતો માલુમ પડી નહિ, આથી સર્વેક્ષણની ટુકડી દક્ષિણ તરફ ખસી. સાબરમતીના ભરતીમુખમાંના બધા પુરાણુ ટીંબાઓનું પરીક્ષણ કરતી વેળાએ લોથલનું સ્થળ ૧૯૫૪ ના નવેમ્બરમાં શોધી કાઢવામાં આવ્યું. એ રંગપુરથી ૫૦ કિ. મી. ઉત્તરપૂર્વે આવેલું છે, અને હવે તો સુપ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. સપાટી ઉપરથી મળેલી ચીજોમાં ચંબુ, અણીદાર નહિ તેવા જામ, ચાંચવાળા પ્યાલા, નળાકાર સદ્ધિ ઘડા, ઘોડી પરની રકાબીઓ (dishes-on-stand), માટીની પકવેલી થેપલીઓ', સમાંતર બાજુવાળી ચર્ટની પતરીઓ, પથ્થરનાં ઘનાકાર તોલાં, સેલખડીના ચક્રાકાર મણકા અને કાર્નેલિયનના રેખિત (etched) મણુકા-આ બધી પૂર્વકાલીન હડપ્પીય વસાહતો( settlements)ની વિશિષ્ટતાઓ મળી આવી છે. સર્વેક્ષણ હાથ પર લેવાને પ્રથમ હેતુ થલમાં સમૃદ્ધ હડપ્પીય વસાહતની શધથી પાર પડયો. આમ છતાં આ અપણે એક મહત્વને પ્રશ્ન ઊભો કર્યો. ભાલ-નળકાંઠાના માર્ગ(orridor)માં પૂર્વકાલીન હડપ્પીય સ્થળે મળ્યાં નથી, એ પરથી સૂચિત થાય છે કે સિંધમાંથી સૌરાષ્ટ્રમાં આવવા માટે હડપ્પીય લોકેએ ભૂમિમાર્ગ લીધો નહોતે. પછી સૌરાષ્ટ્રની ઉત્તરી સરહદ પર પૂર્વકાલીન હડપ્પીય સ્થળની ગેરહાજરીએ અને સૌરાષ્ટ્રના પૂર્વ તેમજ મધ્ય ભૂભાગોમાં અનેક ઉત્તરકાલીન હડપ્પીય સ્થળોની હાજરીએ આ જાતની ધારણાને અનુમોદન આપ્યું. ૧૯૫૪ થી ૧૯૬૦ દરમ્યાન ભૂતપૂર્વ સંયુક્ત મુંબઈ રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ હડપ્પીય સંસ્કૃતિના વિવિધ તબક્કા ધરાવતાં લગભગ સો જેટલાં સ્થળો શેધી આપ્યાં. નાના પાયા પર અનેક હડપ્પીય સ્થળોનું ઉખનન પણ થયું, જેમાં મુખ્ય આમરા, લાખાબાવળ, પ્રભાસ-સોમનાથ, રોજડી (શ્રીનાથગઢ), આટકોટ, દડ અને પિઠડિયા છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy