SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦. ઈતિહાસની પૂર્વભૂમિકા પ્રગતિ કરી હોય એમ લાગતું નથી. પથ્થરનાં નાનાં હથિયારો ઉપરાંત નરમ કાળા પથ્થરને ઘસીને એમાંથી હથિયારે બનાવવાની તેમજ કવાર્ટઝાઈટ જેવા કઠણ પથ્થરને ઘડીને ગોળાકાર બનાવી એમાં બંને બાજુએ કાણું પાડવાની કળા પણ પ્રાપ્ત કરી હતી. આવા કાણુમાં લાકડા કે હાડકાને હાથે ભરાવી એને બે રીતે વાપરી શકાયઃ એક તે ગદા તરીકે લડવામાં, બીજુ જમીન નાંગરવામાં–જ્યારે હળની શોધ થઈ ન હતી ત્યારે. આવાં પ્રાથમિક ઢબનાં, જમીન નાંગરવાનાં હથિયાર હજુ કેટલીય જંગલી જાતો ભારતમાં અને અન્ય દેશમાં વાપરે છે. અંત્યપાષાણયુગને કાળ ગુજરાતની આ માનવ સંસ્કૃતિને કાળ તદ્દન ચોક્કસ રીતે નક્કી થયે નથી, પણ લાંઘણજમાં મળે છે તેવાં પથ્થરનાં નાનાં ઓજારો અને સમુદ્રકિનારે જ મળતી નાની છીપલીઓના મણકા સૌરાષ્ટ્રમાં રંગપુરમાં સિંધુ સંસ્કૃતિના સ્તરની નીચે મળ્યા છે, એટલે આપણે સહજપણે કહી શકીએ કે લાંઘણજના અંત્યપાષાણયુગની સંસ્કૃતિ આ પહેલાંના સમયની તે હશે જ– ઈ. સ. પૂર્વે ૨,૫૦૦ પહેલાંની. સાધારણ રીતે આપણે કહીએ કે લાંઘણજને પાષાણયુગીન માનવ લગભગ ૫,૦૦૦ વર્ષો પહેલાં ગુજરાતમાં વસતો હતો. ઉપર જણાવ્યું તેમ ટાટા ઇન્સ્ટિટ્યૂટે cપદ્ધતિની મદદથી આ યુગને સમય આજથી ૪,૫૦૦ વર્ષો પહેલાંને આંક્યો છે. પ્રાચીન પાષાણયુગને અંત આ યુગને “અંત્યપાષાણયુગ” કહેવામાં આવ્યું છે, પરંતુ ખરી રીતે એ પ્રાચીન પાષાણયુગને અંત્ય તબકકે છે. શિકાર અને ખાદ્યસંગ્રહનાં નિર્વાહ-સાધનનાં વિશિષ્ટ લક્ષણ ધરાવતો પ્રાચીન પાષાણયુગ પૂરો થયો તે પછી કૃષિ અને પશુપાલનના વિશિષ્ટ લક્ષણ ધરાવતે નૂતન પાષાણયુગ શરૂ થયો. પ્રાચીન પાષાણયુગમાને આઘપાષાણયુગને તબક્કો નૂતનજીવમય યુગના પૂર્વ ખંડ(આધુનિક-અધિક્તમ)ના મધ્ય ભાગને અને મધ્ય પાષાણયુગને તબક્કો એના અંત્ય ભાગને સમકાલીન ગણાય છે, જ્યારે અંત્યપાષાણયુગને તબક્કો નૂતન-જીવમય યુગના ઉત્તરખંડ( આધુનિક)ના આદ્ય ભાગને સમકાલીન છે.૨૭
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy