SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની પૂર્વભૂમિકા છે. પથ્થરનાં હથિયારો સાથે ઠીકરાં પણ મળ્યાં હતાં, એટલે કે આને “નો પાષાણયુગ” કહ્યો, કારણ કે માનવ જંગલી અવસ્થામાંથી રખડતા-રઝળતા મટી એક જગ્યાએ ઠરીઠામ થવા લાગ્યો. સ્થાયી થતાં એને વાસણોની જરૂર લાગી હશે. એમ માટીનાં વાસણોની ઉત્પત્તિ થઈ જાય છે. આમ ફૂટે ગુજરાતમાં બે પાષાણયુગો–એક જૂને અને બીજે ન–થઈ ગયા હોવાની કલ્પના કરી. પ્રથમ પાષાણયુગની સંસ્કૃતિના અવશેષો નદીના આદ્ય પટમાં મળતા હતા અને બીજા યુગના અવશેષો હાલના ગુજરાતની સપાટી પરથી; અને આ બે વચ્ચે કેઈ સ્થળે લગભગ ૬૧ મીટર(૨૦૦ ફૂટ)નું અંતર હતું, આથી ફૂટે એમ પણ પ્રતિપાદન કર્યું કે આ બે પાષાણયુગ વચ્ચે બહુ મોટું અંતર પડયું લેવું જોઈએ. ૧૯૪૧માં ગુજરાતના પ્રાગઐતિહાસિક શોધપ્રવાસન જે યોજના શરૂ થઈ તેને એક ઉદ્દેશ ફૂટની આ માન્યતા કેટલે અંશે ખરી હતી એ પણ તપાસવાને હતો.૧૯ આથી ઉત્તર ગુજરાતમાં જે જે સ્થળોએ ફૂટને આવાં નાનાં અકીકનાં હથિયાર અને ઠીકરાં મળ્યાં હતાં તેમાંનાં થોડાંક-વિજાપુર તાલુકામાં હીરપુરા, ગઢડા, પેઢામલી, ફુદેડા, મહેસાણા તાલુકામાં મેઉ, મૂલસણ અને આખજ; કડી તાલુકામાં ડાંગરવા અને કૈયલ; અને મધ્ય ગુજરાતમાં મહીને કાંઠે જાલમપુરા અને વાસદ, ઓરસંગને કાઠે બહાદરપુર, વડેલી, બોડેલી; અને હીરણને કાંઠે શ્રીગામ કણબી-એ સ્થળોએ આ શોધકજૂથે શેધ ચલાવી. આ ઉપરાંત ઉત્તર ગુજરાતને છેક છેડે ખેરાલુ તાલુકામાં હોલ અને એની આસપાસ રંગપુર અને ઓટલપુર તેમજ મહેસાણા તાલુકામાં લાંઘણજ, સિદ્ધપુર તાલુકામાં રણછોડપુરા અને ઓરસંગને કાંઠે ઢાકલિયા-એવાં તદ્દન નવાં સ્થળે પણ તપાસ્યાં. એવી રીતે બનાસ, મહી અને નર્મદા નદીના કાંઠા પાસે પણ આવાં હથિયાર મળ્યાં છે. રંગપુર( જિ. સુરેન્દ્રનગર)માં આવાં ભૌમિતિક તથા અભૌમિતિક હથિયાર મળ્યાં છે. જેખા( જિ. સુરત)માં નૂતન પાષાણયુગના સ્તરમાં તથા લેથલ (જિ. અમદાવાદ) અને પ્રભાસ(જિ. જૂનાગઢ)માં તામ્રપાષાણયુગના સ્તરોમાં આ કાલનાં ટૂકાં સમાંતરભુજ પાનાં જેવાં હથિયાર મળ્યાં છે. આ શોધળથી એટલું તે પુરવાર થયું કે આખાયે ગુજરાતમાં એક સમય એવો હતો, જ્યારે માનવ નાનાં અકીકનાં હથિયાર વાપરતોરર (પટ્ટ ૧, આકૃતિ ૧-૧૬). આ હથિયારોને “લઘુપાષાણુ હથિયાર” કહે છે; અને એ પરથી આ યુગને “લઘુપાષાણયુગ” તરીકે ઓળખવામાં આવ્યું.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy