SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ઇતિહાસન પૂર્વભૂમિકા જોકે ગુજરાતના પાંચ વિભાગોમાંથી આ પ્રથમ કે આદ્યપાષાણયુગનાં હથિયાર મળ્યાં છે, તે પણ જે પથ્થર વપરાયા છે તેમાં ખડકની જાતની દષ્ટિએ ભેદ માલુમ પડી આવે છે. સાબરમતી વગેરે ઉત્તર ગુજરાતની નદીઓમાં “કવાર્ટઝાઇટ” (quartzite) નામના ખડક(પાષાણુડ)માંથી બનાવેલાં હથિયાર મળે છે. આ ખડકે ઉત્તરે આડાવલીની પર્વતમાળામાં જોવામાં આવે છે અને પૃથ્વીનાં ઘણાં જ પ્રાચીન પડામાં તેઓની ગણતરી થાય છે. આદિમાનવે પણ, જ્યાં જ્યાં મળે ત્યાં ત્યાં, આ જ ખડકમાંથી એનાં હથિયાર બનાવ્યાં છે. મહી અને એરસંગમાં “કવાર્ટઝાઈટ” ઉપરાંત “કવા ” (quartz) નામના સફેદ પથ્થરમાંથી બનાવેલાં હથિયાર જોવામાં આવે છે. રાજપીપળા પાસે કરજણ નદીમાં અને દક્ષિણે ડાંગમાં બેસાલ્ટ (basalt) નામના ખડકમાંથી એ બનાવ્યાં છે સૌરાષ્ટ્રમાં ભાદર ઉપર રોઝડી (શ્રીનાથગઢ) અને કચ્છમાં નખત્રાણા પાસે ભૂખી નદીનાં હથિયાર “બસાટ”નાં જ બનાવેલાં છે, જ્યારે પીંડારા અને ધ્રાંગધ્રા નજીકથી પ્રાપ્ત થયેલાં હથિયાર ઘટ્ટ રેતીના પથ્થર(sand stone)માંથી બનાવેલાં છે. આનો અર્થ એ જ થાય છે કે આદિમાનવે જ્યાં જ્યાં જે જે અનુકૂળ કાચો માલ (ખડક) મળે ત્યાં ત્યાં તે તે ખડકમાંથી એનાં હથિયાર બનાવ્યાં. હથિયારોના પ્રકાર આ હથિયારોમાં મુખ્યત્વે ત્રણ-ચાર પ્રકાર જોવામાં આવે છે. એના અભ્યાસ પરથી એના ઉપયોગ અને એના ઘડતર વિશે અનુમાન થઈ શકે છે. (અ) સૌથી સહેલાં અને પહેલાં ઉપલો કે ઉપલેનાં અડધિયાંમાંથી બનાવેલાં હથિયાર છે. આમાં પણ બહુ ઘડતર જોવામાં આવતું નથી. નીચલી બાજુ સપાટ હોય તેવા ઉપલેનાં બે અડધિયાં કરીને કે કુદરતી ભાંગેલાં હોય તેવાં અડધિયાં લઈને, આવી ભાંગેલી બાજુએ ગોળાકાર પથરના હડાથી કાંઈક ઘાટ આપી તીક્ષ્ણ પણ વાંકીચૂકી ધારવાળાં હથિયાર બનાવતા. આવાં હથિયાને “ઉપલેમાંથી બનાવેલાં હથિયાર ” (Pebble Tools) કહે છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy