SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સહજ મમત્વન થાય. પોતાના તરીકે માનેલા ક્ષેત્ર ઘરાદિ સ્થાનમાં જીવને રહેવાનું ગમે. રાત-દિવસ ત્યાં પસાર કરવાનું થાય. બહાર ગમે ત્યાં જાય જયારે ઘરે આવે ત્યારે જ શાંતિપૂર્વક રહેવાનું થાય. આમ ઉનાળામાં માથેરાન, કાશ્મીર આદિ ક્ષેત્રોમાં જવાનો ભાવ, રહેવાનું મન, રહેવાનો આનંદ થશે કારણ ત્યાં શીતળ પુદ્ગલ દ્રવ્યના યોગે તે ક્ષેત્ર ગમી જાય અને તેના યોગે રાત્રિ-દિવસો (રજાના દિવસો) ત્યાં પસાર કરવામાં પોતાને સુખી તરીકે કાળની સફળતા માનનારો થાય. એના આધારે પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળમાં રહેવા રૂ૫ ભવસર્જનકર્મબંધ થાય. રાજા-મહારાજાઓ તથાચક્રવર્તી વગેરે રાજયરૂપી ક્ષેત્રને પોતાની માલિકીરૂપે કરવા અને તેના પર પોતાની સત્તા ચલાવવા રૂપ રાજયસુખ ભોગવવા માટે ભયંકર યુદ્ધ કરવા વડે નરકક્ષેત્ર-અશુભ પુદ્ગલોના વેદન કરવારૂપ અને અશુભ-રૌદ્રપ્રધાન ભાવને ભોગવવા રૂપ નરકભવરૂપ નરકાયુષ્યકર્મ બાંધી ત્યાં ઉત્પન્ન થાય. જે ઔદારિક દેહરૂપે પુણ્ય કર્મના ઉદયે મનુષ્ય ભવરૂપે સાધન મળ્યું છે તેના દ્વારા મોક્ષ માર્ગની ભાવાતીત થવાની સાધના કરવાની છે. કર્મો સામે યુદ્ધે ચડીને તેને જીતીને ભવાતીત થવાનું છે તેના બદલે ઉસૂત્ર અજ્ઞાનતાદિ મહાપ્રમાદને વશ બની જીવે નિગોદમાં સૌથી વધુ પરાધીનતા ગુલામી-બેભાન અવસ્થામાં પસાર કરી. અનંતકાળથી અથડાયો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ સદ્ગુરુ સંતને મૂકવું નહિ અભિમાન. (શ્રીમ) સંસારમાં અથડાતા કૂટાતા કલેશ સહન કરવા વડે, અકામ નિર્જરા કરવા વડે, મનુષ્યાદિ ભવ પામી વળી ત્યાં પુણ્યથી મળેલા ભોગોમાં આસકિત કરી, રાજયાદિ સત્તાથી ઉન્મત્ત બની ઘોર કર્મ બાંધી ફરી નરક નિગોદમાં અસંખ્ય કાળ અર્થાત્ ઘણા સાગરોપમ કાળ સુધી ત્યાં પીડા ભોગવવા આત્મા ગયો. આવું જિનવચન છે. સંસારમાં પરિભ્રમણ કરવા પાપ કરીને મોટાભાગના જીવાત્માઓ નરકના બધા પયાર્યોમાં (૧ થી ૭ સુધી) અનંતીવાર મુસાફરી કરી આવ્યા છે. इमस्स ता नेरइअस्स जंतुणो। दहोवणीअस्स किलेसवत्तिणो पलिओवमं झिजइ सागरोपमं। किमंग पुण मज्नझ इमं मणोदुहं ॥१५॥ (દશ વેકાલિક પ્ર. ચૂલિકા) 64 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy