SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ • મોહે આત્માને કઈ રીતે છેતરે છે?: જે કાલે કરવા યોગ્ય છે તે આજે જ કરી લેવું જોઈએ અને આજે કરવા યોગ્ય છે. તે હમણાં જ કરી લે, કારણ કે મુહુર્ત કાળ ઘણા વિનવાળો હોય. કાળના બહાને મોહ વિદન કરે છે. જયારે પણ આપણે કોઈ પણ ધર્મ કરવાનો નિર્ણય કરીએ કે તરત મોહ આપણને સમજાવે કે ધર્મકાર્ય અવશ્ય કરવા જેવું છે પણ હમણાં થોડું આ કાર્ય પતી જાય પછી કરજે, એમ સમજાવી પીછે હટ કરાવે છે. અનંતા ભૂતકાળનો વિચાર કરી જે ભવિષ્યકાળને ખતમ કરે તે મહાત્મા. અર્થાત્ વર્તમાન સમય સ્વાત્માની રમણતામાં પસાર કરે. કાળનું ભાન ભૂલાય તો કાળાતીત અમરપણું થાય. કાળનો ખોરાક ક્રિયાજ્ઞાન છે. કાળ અનંત તો ક્રિયા બહુ કરવાની રહે, બહુ કરવા કરતા અર્થાત્ જ્ઞાનના ઉપયોગપૂર્વક ક્રિયા કરાય તો ક્રિયા કાળનો કોળિયો કરે. કાળનો કોળિયો કરવા માટે કાઉસ્સગ્ગ ધ્યાન ઉત્તમ ઉપાય છે. • SIળદ્રવ્યનું સ્વરૂu (સંધ્યા પ્રમાણ) : વતનમ્ વત્ન જયાં સુધી આત્માનો મોક્ષ ન થાય ત્યાં સુધી આત્મા સંપૂર્ણ રીતે દ્રવ્ય-ક્ષેત્ર- કાળથી મુકત થઈ શકતો નથી. હવે આત્માએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળમાંથી ભાવાતીત બનવાનું છે, તો જ ઉપરની ત્રણે અવસ્થામાંથી છૂટી અનાદિ ભવના બંધનથી મુકત બની શકે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળના સ્વરૂપના નિશ્ચય વિના ભાવાતીત અવસ્થા આવવાની નથી માટે જયાં સુધી તે નિશ્ચય ન થાય ત્યાં સુધી રાગાદિભાવો થવાના છે. કાળ દ્વારા પણ વસ્તુનું અસ્તિત્વ અને પ્રમાણ (સંખ્યા) જણાય છે. કલનમ્ સંખ્યાને ગણના રૂપે અને વિચારણા રૂપે જાણવું. કાળ માત્ર વર્તમાન રૂપે છે. હોવું થવું એ ગુણ છે. કાળનું બીજા દ્રવ્યોની જેમ સદા તેનું અસ્તિત્વ નથી. માત્ર વર્તમાનરૂપ જ છે. આથી એ અપેક્ષા એ કાળની દ્રવ્યરૂપે ગણના કરવામાં આવતી નથી, આથી પંચાસ્તિકાય લોક પણ કહેવાય છે. કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી પણ જીવ-અજીવના પર્યાયરૂપ છે. પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ અભિન્ન હોય છે. સમય આવલિકા એ પર્યાય છે એ હિસાબે કાળ પણ એક દ્રવ્ય કહી શકાય. તત્ત્વાર્થ સૂત્રમાં તેને સ્વતંત્ર દ્રવ્ય તરીકે પણ કહેલું છે. સંખ્યાત કાળનું કોષ્ટક: એક આંકથી માંડી શીર્ષપ્રહેલિકા સુધીનો કાળ સંખ્યાત કાળમાં આવે. 60 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy