SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મેલા આત્માઓ મનુષ્યભવને પૂર્ણ સફળ નહીં કરી શકે. કારણ મનુષ્યભવની વાસ્તવિક સફળતા એ છે કે જે દેવો પણ ન કરી શકે કે જયાં પ્રતિસમય આત્માએ પોતાના સ્વ સ્વભાવની પૂર્ણતામાં રમવાનું છે અને તે મનુષ્યભવમાં જ જીવ કરી શકે છે. બાકી દેવાદિ કોઈ ભવમાં કરી શકતો નથી. પાંચમા આરામાં જન્મેલા જીવો સંઘયણ બળના અભાવે સ્વભાવની પૂર્ણતા પ્રગટ કરી શકતા નથી. જે સાવધાન નહીં રહે તેને પડવાના નિમિત્તો વધારે મળશે માટે વધારે અપ્રમતપણે રહેવું જરૂરી છે. સમય એટલે સ્વ સ્વભાવમાં રહેવું માટે જિનાગમમાં ફરમાવેલા તત્ત્વોને આત્મસાત્ આત્મરમણતા કરવાની છે. અનાદિ કાળથી જે કાળ આત્માનો કોળિયો કરે છે તે કાળનો કોળિયો કરવાનો છે. • નgવતી ભર્યાસ્થતિની વિચારણા કરતા કેવલશાન પાયાઃ વસુદેવની પત્ની કનકવતી સ્ત્રીપણામાં હોવા છતાં ગૃહસ્થ વેશમાં ભવસ્થિતિની સર્વજ્ઞ તત્ત્વ પ્રમાણે વિચારણા કરતાં કરતાં કેવલજ્ઞાનને પામ્યા અર્થાત્ જિનાગમ વડે સ્વભાવને જાણી આત્માની અનંતકાળથી થયેલી વિભાવદશાનો પશ્ચાતાપ કનકવતીને થયો અને ત્યાં જ ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી. કર્મવશ અશુદ્ધ આત્મા પર - પર દ્રવ્યાદિની અસર થાય: દુર્લભ એવા મનુષ્ય ભવમાં આત્માએ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવથી અતીત થવાનું છે. કર્મને વશ અશુદ્ધ આત્મદ્રવ્ય પર પરદ્રવ્ય, પરક્ષેત્ર અને કાળભાવની પણ અસર થાય છે અને તેના કારણે આત્મા સ્વ-સ્વભાવમાં રમણતા કરી શકતો નથી. જેમ માદક પદાર્થ વાપરે, અધિક વિગઈઓ વાપરે તો ઈન્દ્રિયો ઉન્માદને પામે તેમ નિર્વિકારતા પ્રગટ કરવાના સામર્થ્યવાળો આત્મા પણ જો આયંબિલમાં અતિ ગરમ, અતિ મસાલા અને અધિક આહાર વાપરે તો તેને પણ વિકાર ભાવ પ્રગટ થાય છે. કેવલી ભગવંતો વીતરાગી બની જવાને કારણે અર્થાત્ ભાવાતીત બની જવાના કારણે તેમના પર કોઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાળની અસર ન થાય. મનુષ્યભવની સંપુર્ણ સફળતા ભવાતીત થવામાં છે અને તે માટે ભાવાતીત બનવું જરૂરી છે. તે માટે જીવે કાયાતીત બનવાનું છે. કાયાતીત બનવા દ્રવ્યાતીત બનવાનું છે. તે માટે તેને કાળાતીત, ક્ષેત્રતીત અને અંતે ભાવાતીત બની ભવાતીત થવાનું છે. જયાં સુધી ભાવ છે ત્યાં સુધી ભવ છે. આ ભાવાતીત બનવાનું કાર્ય મનુષ્યભવમાં માત્ર સાધુ જ કરી શકે. આથી સાધુઓને પંચ મહાવ્રતનું ઉચ્ચારણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ 54 નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy