SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પુદગલોના વિશેષ લક્ષણો પુદ્ગલ દ્રવ્યને ઓળખવા માટે બે પ્રકારના લક્ષણો શાસ્ત્રમાં છે. એક સામાન્ય લક્ષણ અને બીજા વિશેષ લક્ષણ. યુગલના સામાન્ય લક્ષણો : વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલના સામાન્ય લક્ષણ છે અર્થાત્ પરમાણુથી માંડીને અનંત પરમાણુ પુગલ. દરેક સ્કંધોમાં આ ચાર ગુણો તો વ્યકત કે અવ્યકત રીતે તેમાં રહેલા હોય જ. જેમ આત્મામાં જ્ઞાનાદિ પાંચ લક્ષણો છે જે સૂક્ષ્મનિગોદથી માંડી સિદ્ધ સુધીના સર્વ જીવોમાં અવશ્ય હોય જ તેમ પુદ્ગલ દ્રવ્યમાં પણ આ ચાર લક્ષણો અવશ્ય હોય જ. પુગલના વિશેષ લક્ષણો : શબ્દ, અંધકાર, આતપ, પ્રભા, છાયા, ઉદ્યોત વિગેરે બધા જ પુદ્ગલ સ્કંધોમાં હોય જ એવો નિયમ નહીં. પણ વિશેષ લક્ષણ એક પરમાણુમાં ન જ હોય, તે પરમાણુના સ્કંધરૂપ બનેલા બાદર પરિણામી પુદ્ગલ સ્કંધોમાં હોય અથવા ન પણ હોય. જો હોય તો બાદર પરિણામી પુદ્ગલ સ્કંધોમાં જ હોય, પણ સૂક્ષ્મ પરિણામી પુગલ સ્કંધોમાં તો ન જ હોય. એજીવ તત્ત્વ | 33
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy