SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલદ્રવ્યના અનેક પ્રકારના પરિણામો છે. તેમાં સૂક્ષ્મ પરિણામ અને બાદર પરિણામ પણ પુદ્ગલના છે. પણ આત્માનો આ પરિણામ નથી છતાં નવતત્વમાં જીવના ૧૪ ભેદ જે બતાવવામાં આવ્યા તેમાં એકેન્દ્રિય જીવો - બે પ્રકારના બતાવાયા. સૂક્ષ્મ એકેન્દ્રિય પાંચ પ્રકાર તથા પાંચ પ્રકારે બાદર એકેન્દ્રિય. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય. આ પાંચ પ્રકારના સ્થાવર એકેન્દ્રિય જીવો સૂક્ષ્મ પણ છે અને બાદર પણ છે માટે બેઉ ભેદ જીવના જે પડયા તે પુગલના કારણે પડયા. તે જીવો સત્તાએ સિદ્ધસ્વરૂપી છે છતાં તે જીવાત્માઓને કર્મના અનાદિ સંયોગના કારણે તેવા પ્રકારની પીડા ભોગવવા માટે સૂક્ષ્મ શરીરમાં સૂક્ષ્મ નામકર્મના કારણે પૂરાવું પડ્યું અને તેના કારણે સિદ્ધ એવા જીવને વ્યવહારથી હવે સૂક્ષ્મ કહેવામાં આવે છે. વ્યવહારથી તેને બાદર પુદ્ગલ પરિણામવાળા શરીરમાં પૂરાવું પડ્યું, તેથી તે જીવને પણ બાદર જીવની સંજ્ઞા પડી. બારમેંપુલ-રસવાશથી, કાલ અસંખ્ય ગમાયો. પુગલ સંગત નામ ધરાવત, નિજ ગુણ સઘળો ખોઈ, પુગલ કેસબ હાલત ચાલત, પુગલ કેવસ બોલે. (પુગલ ગીતા) આમ પુદ્ગલ સંગને વશ બની જીવે પોતાના સહજ ગુણ ખોયા અને હવે અનંતકાળ સૂક્ષ્મ નિગોદ આદિમાં પસાર કર્યો. સંસાર એટલે જ પુગલના સ્વભાવ સ્વરૂપે જીવે થવું તે. હાલવું-ચાલવું – બોલવું વિગેરે પ્રવૃત્તિ જીવને પુદ્ગલ પરવશપણાને કારણે છે. મોક્ષ એટલે પુદ્ગલના સંપૂર્ણ સંગરહિત, પુદ્ગલના સ્વરૂપ સ્વભાવથી રહિત એવી આત્માની નિઃસંગ અવસ્થા તે મોક્ષ કે સિદ્ધઅવસ્થા. આત્માના સુખ આગળ દેવતાનું સુખ ફિક્યું છે. આત્માના સુખ આગળ દેવના સુખ પણ નકામા છે. સર્વ દેવોના સુખોનો ત્રણ કાળથી ગુણાકાર કરવામાં આવે અને એને અનંત સાથે ગુણવામાં આવે તો પણ દેવોનું તે સુખ આત્માના સુખ આગળ ફિદું પડે. કારણ કે દેવોનું સુખ અનુકૂલ પુદ્ગલોના સંયોગરૂપ સુખ છે, તે પરિવર્તનશીલ તથા નાશવંત છે અને તે મોહથી 30 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy