SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગ - સર્વજ્ઞ પરમાત્માનું વિશેષણ છે. વિદુરથમના જેઓએ કર્મ રજ અને કષાયમલ આત્મા પરથી દૂર કર્યા છે તેઓ વીતરાગ-સર્વજ્ઞ છે. મોક્ષ-અને સંસાર એટલે... આત્માના જ્ઞાનાદિ સ્વસ્વભાવ અને અરૂપાદિ સ્વરૂપનું પરિપૂર્ણ મિલન તે મોક્ષ અને આત્માએ પુદ્ગલસ્વરૂપથી ઢંકાવું અને પુદ્ગલમય બનવું તથા પુદ્ગલના સ્વભાવરૂપ થવું તે સંસાર. • પૂગલનો ઉપકાર शरीरवाङ् मन प्राणापानाः पुद्गलानाम्। (५-२०) સુર નીવિત મરણોપગ્રહો . (૨૨) તસ્વાર્થ સૂત્ર) શરીર, વાણી (ભાષા), મન, શ્વાસોચ્છવાસ, સુખદુઃખ, જીવન (દ્રવ્ય- પ્રાણ ધારણરૂપ) અને મરણ (દ્રવ્યપ્રાણોનું વિસર્જનરૂપ) આ બધું પુદ્ગલ- વર્ગણાઓના કારણે થાય છે. અર્થાત્ આ બધુ થવામાં પુદ્ગલનો ઉપકાર છે. - શરીર = દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ વર્ગણાથી બને છે. - વાણી = ભાષાવર્ગણાથી બને છે. - મન = મનોવર્ગણાથી બને છે. - શ્વાસોચ્છવાસ = શ્વાસોચ્છવાસ વર્ગણાથી બને છે. - સુખ = શુભ અનુકૂળ પુગલોના સંયોગોને સુખ કહેવાય છે. - દુઃખ = અશુભ પ્રતિકૂળ પુદ્ગલોના સંયોગોને દુઃખ કહેવાય છે. - જીવન = ૧૦ દ્રવ્ય પ્રાણોનું સર્જન (પાંચ ઈન્દ્રિય + મન, વચન, કાયા, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય) - મરણ = સર્જન થયેલા ૧૦ દ્રવ્ય પ્રાણોનું વિસર્જન તે મરણ છે. અજીવ તત્ત્વ | 25
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy