SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ અવસ્થારૂપ ઉપદ્રવ વળગ્યો છે. તેનાથી સંપૂર્ણ રહિત આ આત્માની શુદ્ધ અવસ્થાને શિવ કહેવાય છે. જ્યાં કોઈપણ પ્રકારના સંયોગ ને ઉપદ્રવ નથી એવી સિદ્ધાવસ્થા જ્યાં આત્મા પરમાત્માને અભેદે, ક્યાં નહીં જડનો યોગ, માત્ર શુદ્ધ સ્વરૂપથી, અરૂપી, અક્ષય એવા અસંખ્ય આત્મપ્રદેશો અને તેમાં રહેલાં અનંત જ્ઞાનાદિ ગુણો તે આત્માની સાથે અભેદભાવે રહેલાં છે. હવે અનાદિથી આત્માનો કર્માદિ વર્ગણા ગ્રહણ કરવા રૂપ જે વીર્ય વ્યાપાર તે સંસારયોગ પરિણામ. આત્મા વિભાવ પરિણામને પામેલો છે તો તે વિભાવ પરિણામ આશ્રવરૂપ છે તે વર્તમાનમાં સંસારી જીવોને ત્રણ યોગ રૂપે થઈ રહ્યો છે. આત્મવીર્ય જ્યારે કાર્મણ-તૈજસ-દારિક કે વૈક્રિય વર્ગણાને કાયારૂપે પ્રવર્તાવ ત્યારે કાયયોગ રૂપ આશ્રવ અને જ્યારે ભાષા વર્ગણા ગ્રહણ કરવા આત્મવીર્યનો વ્યાપાર વચનયોગ રૂપ કરે ત્યારે વચનયોગરૂપ આશ્રવ થાય છે અને મનોવર્ગણાને ગ્રહણ કરવા વીર્ય-વ્યાપાર મનોયોગ રૂપ પરિણમે ત્યારે મનોયોગ રૂપ આશ્રવ બને. આમ પુદ્ગલરૂપ મન-વચન-કાય યોગરૂપ આશ્રવ વડે-સંસાર સર્જનનું કાર્ય અનાદિથી ચાલુ છે. આ યોગરૂપ સંસારી અવસ્થામાંથી છૂટવા સર્વજ્ઞ પરમાત્માઓએ મોક્ષમાર્ગ સંખ્યતન વારિત્રાળ મોક્ષમાળ (તત્ત્વાર્થસૂત્ર) સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ કહ્યો અર્થાત્ આત્મવીર્યને આત્માના સમ્યક્ જ્ઞાનદર્શન–ચારિત્ર રૂપ ગુણમાં પ્રવર્તવા પંચાચારરૂપ આચારમાર્ગ બતાવ્યો. તે આચાર પણ ત્રણ યોગ દ્વારા પ્રવર્તવાના છે. પ્રથમ ક્રિયારૂપ ધ્યાન યોગમાં બે ક્રિયાયોગમાં પ્રથમ જે અનુષ્ઠાનની જે મુદ્રા હોય તો તે કાયયોગ પછી સૂત્રનાં સ્પષ્ટ ઉચ્ચાર રૂપ સ્થિરતા રૂપ વચનયોગમાં સ્થિરતા અને પછી અર્થની વિચારણા રૂપ મનોયોગ જ્ઞાનપ્રધાન તેમાં સ્થિરતા અને પછી અર્થ જે આલંબન સ્થિરતા અને પછી સ્વાત્માના સ્વભાવ આલંબન રૂપ સ્થિરતા એકાગ્રતા વડે ધ્યાનયોગ વડે અપૂર્વ નિર્જરા થાય. આમ ધ્યાનયોગ વડે અનાદિ સંસાયોગમાંથી મુકત બની મોક્ષયોગને પામી અંતે અયોગી બનવા વડે સત્તાગત શુદ્ધ સિદ્ધાવસ્થા પ્રગટે. ज्ञान-क्रियाभ्यां मोक्षः। વચન અને મનોયોગ જ્ઞાન પ્રધાન છે. કાચયોગ વીર્ય પ્રધાન-દિયા પ્રધાન છે. 306 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy