SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પરાધીનપણાને મજબૂત બનાવવાનું જ કાર્ય કરશે. કર્મસત્તાએ આપણને એવી રીતે ગોઠવી દીધા છે કે પરાધીનતા લાગણી નથી ને પ્રભુ ગમે તેટલું કહે આપણે માનવા તૈયાર નથી. પ્રભુની આજ્ઞાનું નિયંત્રણ નહીં ગમે. જગતની ગુલામી તમને ગમશે ને હોંશે હોંશે કરશો. જેમાં બંધન નથી તે બંધન લાગે છે ને તેમાંથી છૂટવા માટે તલપાપડ છીએ. કર્મોના ઉદયથી જે બંધન છે તે બંધન લાગતા જ નથી. જ્યાં સુધી આ નિર્ણય ન થાય-આત્માની સ્વતંત્રતા ઓળખાય નહીં, તે ગમે નહીં ત્યાં સુધી મોક્ષ સાધના થતી નથી. સાધનામાં મુખ્ય સાધના ધ્યાન છે. બંધના ધ્યાન વિના તૂટી શકતા નથી. કર્મના વિકારરૂપ બંધન એ જ સંસાર છે માટે કર્મના ક્ષય વિના મોક્ષ ન થાય. પરમાત્મામાં ધ્યાન શેનું કરવાનું : પરમાત્માના ધ્યાનમાં પણ ધ્યાન તો આત્માનું જ કરવાનું છે. આલંબન પરમાત્માનું અને પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી તે ધ્યાનદશા જયાં પોતાનો આત્મા અસંખ્યપ્રદેશી દેખાય, હું આત્મદ્રવ્ય છું એનું ભાન આવવું એ ઉપયોગ આવવો એ ધ્યાનદશાની શરૂઆત થઈ. ફક્ત પ્રતિમા રૂપે પરમાત્મા આપણા ધ્યાનમાં છે તો તે માત્ર શુભધ્યાન જ છે. ખરેખર અહીં પણ પરમાત્માના સ્વરૂપને જ પકડવાનું છે. પરમાત્માનું અને આત્માનું સ્વરૂપ એક જ છે અક્ષય, અરૂપી, અગુરુલઘુ ને અવ્યાબાધ સમાન છે. અગુરુલઘુના કારણે પરમાત્માને સમગ્ર જીવરાશિ સમાન લાગે છે. (સત્તાએ સર્વને શુદ્ધ જાણે છે.) “પ્રભુ તુજ જાણગરીતિ, સર્વ જગ દેખતા હો લાલ; નિજસરાએ શુદ્ધ, સહુને લેખતા હો લાલ.” | (સુવિધિનાથ સ્તવન-પૂ. દેવચંદ્ર વિજયજી મહારાજ) સમતાનો પરિણામ પરમાત્મામાં સતત એકસરખો ચાલ્યા જ કરે. સામાયિક કરવા દ્વારા આપણે પણ આપણો આ સ્વભાવ કેળવવાનો છે. અગુરુલઘુ ગુણ આપણામાં દબાયો તેથી જીવોને જોતાં આપણને વિષમતા દેખાય છે. પ્રથમ તો આપણે એ માનવાનું છે જે પ્રભુનું કહેલું બધું માનીએ તો સમ્યગ્દર્શન ગુણ, ને પછી તે મય બની જવાનું છે. સ્વામિ-સેવક વગેરે સંબંધો આપણે સ્વીકાર્યા, તે પ્રમાણે બંને પક્ષે વ્યવહાર ન થાય તો તમે સમતાના પરિણામમાં મજેથી રહી શકો? ન રહી શકો. સમતા ક્ષણે ક્ષણે ખંડિત થાય છે. સામાયિક ભાવ નથી રહેતો. નિશ્ચયદષ્ટિ અજીવ તત્વ | 279
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy