SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ સાથેનો કોઈ વ્યવહાર શક્ય નથી. આથી જગતની નજીક આવવાનું અને જગતમય બનવામાં ભાષા મુખ્ય સાધન કારણ બને. તીર્થંકર પરમાત્મા જ્યાં સુધી પોતે સંપૂર્ણ મોહથી નિવૃત્ત ન થાય ત્યાં સુધી મૌન રહે, શા માટે? સાધુઓને પણ મનમાં જ રહેવાનું ફરમાન વિશેષથી શા માટે? જ્યાં સુધી જીવ મોહથી મૂક્ત ન બને અને ઉપરાંત જો તે મોહને આધીન થઈ જાય તો તેથી થતાં જે વ્યવહાર છે તે વ્યવહારમાં મોહની વાસના વ્યાપ્ત થવાથી નુકસાન મોટું થાય. જે મોહને આધીન થઈને ભાષા વર્ગણા છોડે તે ભાષા પણ મોહની વાસનાથી વાસિત થાય. તો તે સ્વને તો નુકશાન કરે પણ જે તે ભાષાને સાંભળે, પકડે, ધારી રાખે તેના પર પણ તેના મોહનો પ્રભાવ પડે. ક્રોધની વાસનાથી વાસિત શબ્દોનો પ્રભાવ: બે ભાઈઓ અધ્યાપક-વૈરાગ્ય થતાં દીક્ષા લીધી, કુણાલા ગામમાં ચોમાસુ, ગામનો કિલ્લો-ગરનાળા આગળ રહી ઘોર તપ કર્યો, વરસાદ પડે તો તે મહર્ષિ તણાઈ જાય, ક્ષેત્રદેવતાએ નગરમાં વરસાદ જારી રાખ્યો, નગરની બીજી બાજુ પુષ્કળ વરસાદ-વરસાદ, મુનિ રોકી રહ્યા છે તેવી ઊંધી સમજ લોકોમાં થઈ તેથી મુનીઓને પત્થરાદિ તાડન પ્રહાર, મુનિ ક્રોધાયમાન, લોકોને શ્રાપ. 'करा वर्षमेघा कुणालायां, उत्करट दिनानि पंचदश, मुसल प्रमाणधारा, यथा रात्रौ तथा दिवा" ૧૫ દિવસ કુણાલામાં સાંબેલા પ્રમાણધારા વડે મુશળધાર વરસાદ, વિસામો વિના એકધારા પડતા ગામ-નગર નદીમાં ફેરવાયું. મહાસંહાર, આલોચના વિના મુનિ કાળ કરી સાતમી નરકમાં ગયા, તપની સાથે કષાયથી વાસિત વચન કેટલું અનર્થ?, કેટલા લોકોનો સંહાર અને મુનિ ૭મી નરકે. કષાયવાસનાવાસિત વચનનો પ્રભાવ. તેનાથી ઊલટું તપ અને કષાયને જીતીને બોલેલા વચનનો પ્રભાવ અચિંત્ય. ચંડકોશિયા સર્પ તેની દષ્ટિ જેના પર પડે તે જીવો ભસ્મીભૂત થાય તેવા પ્રચંડ ઝેરવાળા ચંડકોશિયા પર પ્રભુની અમૃતદષ્ટિ પડી, માત્ર બુઝ બુઝ ચંડકોશિયા અને પ્રચંડ ક્રોધ જે ઝેરમાં પરાવર્તન પામેલ તે અમૃતમાં પરાવર્તન પામ્યું. દષ્ટિ બીલમાં નાખી દીધી અને અનશન સ્વીકાર કરી કીડીઓથી દેહ ચાલણીરૂપે કરાયો છતાં કોઈ પ્રતિકાર નહીં, કાળ કરી આઠમાં દેવલોકમાં. 268 નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy