SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧) વિષય સુખ શીતળવાયુ શરીરને સુખાકારી જણાય છે. શીતળ સ્પર્શ તે સુખરૂપ લાગે તે વિષયસુખ. ૨) દુઃખના અભાવમાં સુખ : રોગાદિ દુઃખના અભાવમાં, પુત્રાદિ ન હોય અને પ્રાપ્ત થાય એટલે સુખી માને. ૩) પુણચકર્મના વિપાકમાં સુખ : પુણ્યના ઉદયથી મળતા, ધનવૈભવ, અનુકૂળતાઓના ભોગવટાને સુખ માને છે. ૪) મોક્ષ સુખ : કર્મ, ક્લેશથી સર્વથા મુક્તિ થવાથી આત્મામાં પ્રગટતો ગુણોનો પૂર્ણ આસ્વાદરૂપ આનંદ એ સર્વથી ઉત્તમ સુખ મનાય છે. જિનશાસનમાં માત્ર કર્મ, કલેશ, કષાયાદિ દોષોના સર્વથા નાશથી આત્મામાં ગુણ વૈભવ અનુભવરૂપ જ સ્વાધીન અનુપમ મોક્ષ સુખ રૂપે મનાય છે. બાકીના ત્રણ સુખો પુદ્ગલનો પરસંયોગરૂપ તેમાં માત્ર સુખના આરોપરૂપ છે પણ આત્માને તેમાં સુખ નહીં પણ માત્ર દુઃખ રૂપ છે, તેથી તેને સુખરૂપ નહીં પણ દુઃખરૂપ જ માને છે. આથી જિનાજ્ઞા મોક્ષ સુખ માટે સર્વસંયોગના ત્યાગરૂપ છે. સંયોગોના ત્યાગપૂર્વક જો ધ્યાન કરવામાં આવે અને તેના ફળરૂપે દોષોનો ક્ષય થાય તો દુઃખ ટળે અને કાયમી-શાશ્વત-સ્વાધીન અનુપમ સુખ મળે. તેથી દુઃખખઓ કમ્મખો કાઉસ્સગ્ગ ધ્યાનનું વિધાન છે. કાયોત્સર્ગ ધ્યાનમાં કાયાથી છૂટી-આત્મા સાથે રહી આત્માના જ્ઞાનાદિ ગુણમય બને તો કાયાદિના પોદગલિક ભાવરૂપ રાગાદિ દોષો ટળે તો આત્માના ગુણ અનુભવ રૂપ સુખની પ્રાપ્તિની અનુભૂતિ થાય. સર્વજ્ઞ જ આત્માના સંપૂર્ણ સુખનું સ્વરૂપ અને તેના સચોટ ઉપાય બતાવી શકે. આથી સર્વજ્ઞ પરમાત્માએ જે કાંઈ આજ્ઞા ફરમાવી તે માત્ર આત્મસુખને આત્મા વર્તમાનમાં જ માણી શકે તે માટે જ ફરમાવી છે. માત્ર ભવિષ્ય માટે બતાવી નથી પણ જે જિનાજ્ઞાના સંપૂર્ણ સ્વરૂપને સમજી ન શકે અથવા પૂર્ણ પાળી ન શકે તો તે જિનાજ્ઞા પાલન વડે પૂર્ણ નિર્જરા ગુણની પ્રાપ્તિ ન થાય પણ પુણ્ય બંધાય જેના ઉદયે બાહ્ય સુખ સંયોગોની પ્રાપ્તિ થાય. આત્મ સુખની પ્રાપ્તિ આત્માના ગુણાનુભવ રૂપ શુદ્ધ ધર્મ જેટલા અંશે કરશે તેટલાંશે તેને આત્મસુખ થાય. શુભકર્મના વિપાકરૂપ પુણ્યના ઉદયથી પ્રાપ્ત સંયોગ સુખ દુઃખરૂપ શા માટે? 250 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy