SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ અનુકૂળ વાતાવરણની અપેક્ષા કરે. સુગંધી પુષ્પો ખીલેલા હોય, શીતળ પવન વાતો હોય, મધુર પક્ષીઓનો કલરવ હોય, શાંત વાતાવરણ હોય તો ધ્યાન સારું થાય એમ આપણને લાગે પણ તે મોહનો પરિણામ છે. જેને આત્મજ્ઞાન-આત્મા અને પુદ્ગલનો ગુણોનો ભેદ ન પકડાયો હોય તેવા આત્માઓને બાહ્ય શાંતિનો અનુભવ થાય, પણ જેવું વાતાવરણ ફરે તેવું તેનું ધ્યાન તૂટે. મન અશાંત થાય. આમ કેમ બને? આથી ધ્યાન પૂર્વે ચિત્ત શુદ્ધિ અર્થે વિધાન “વામ નયન ધૂપ.” પ્રભુની ડાબી બાજુ ધૂપ. શેનું ધૂપ? અનાદિની મિથ્યાત્વ માન્યતાથી જે અતત્ત્વની તત્ત્વ તરીકે પકડ પકડાઈ છે કે “અનુકૂળ સંયોગને સુખ” તો તે રૂ૫ મિથ્યાત્વની વાસનાથી મનમાં દૂષિત (દુર્ગધ) થયેલું વાતાવરણ સર્વજ્ઞતત્ત્વરૂપ ભાવથી ચિત્તને ભાવિત કરવા વડે અર્થાત્ મૈત્રી કરુણાદિચાર અને અનિત્યાદિ ૧૨ તત્ત્વભાવનાથી શુભ વાતાવરણ-ધૂપથી મનને વાસિત કરવા વડે ધ્યાનની ભૂમિકા સર્જાય, ત્યારે સમજાય કે સુખ આત્માના ગુણમાં છે. ગુણમય બનવાથી સુખની અનુભૂતિ થાય તે માટે પુદ્ગલ ગુણ રૂપ દુર્ગધ દૂર કરવી પડે. તથા ભાવુક આત્મા હોવાના કારણે દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ અને કાળની આત્મા પર અસર થાય તે અપેક્ષાએ ધ્યાનમાં ઉત્તમ ક્ષેત્ર-વાતાવરણ-નિમિત્ત-કાળનું પણ વિધાન કરવામાં આવ્યું છે. તેથી મહર્ષિઓ નદી કિનારે, સરોવર, વન, ઉદ્યોન, ગુફામાં પણ ધ્યાન કરવા જતાં. પૂ. પાદિલિપ્ત સૂરી શેત્રુંજયમાં સુવર્ણ ગુફા આગળ પણ ધ્યાન કરવા જતા હતાં. આથી ઉત્તમ શુધ્ધ ક્ષેત્રાદિ પણ ધ્યાનમાં નિમિત્ત કારણ બને તો તે ઉપાદેય બને, તો આત્મ સ્વરૂપ પકડાય. માત્ર બાહ્ય સુગંધી વાતાવરણમાં શુભ ધ્યાન માની રાગથી મનવાસિત કરી શરીરમાં સ્થિર થઈ સંસાર સર્જન કરનારું ન બનવું જોઈએ. આથી મહાત્માઓ દુર્ગધ પર વિજય મેળવવા સ્મશાનમાં જાય. જ્યાં સૌથી ભયંકર દુર્ગધ મનુષ્યના મૃતદેહની હોય. પુદ્ગલ પરિવર્તન સ્વભાવવાળા હોવાથી દેહને ગમે તેટલા સુગંધી પદાર્થોથી નવડાવ્યો હોય, અત્તરના છંટકાવ કર્યા હોય, પાવડરાદિથી સુશોભિત કર્યો હોય તો પણ તે જ દેહને બીજા દિવસે પરસેવાદિ વડે દુર્ગધ રૂપે ફેરવાતા વાર નહીં લાગે. શુચિ પ્યશુચીકઈસમયેંડશુચિ સંભવે; દેહે જલાદિના શૌચ; ભ્રમો મૂઢસ્ય દાણા (જ્ઞાનસાર ૧૪-૪) અજીવ તત્વ | 243
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy