SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ જીવ પીડા આપવા યોગ્ય નથી કારણ જીવનું સ્વરૂપ છે કે જીવ કોઈથી પીડા પામે નહીં અને કોઈને પીડા આપે નહીં. સર્વ જીવોમાં સત્તાએ સિદ્ધપણું રહેલું છે, તેથી સર્વ જીવો સાથે મૈત્રીભાવ કેળવવાનો છે. આત્મવત્ સર્વભૂતેષુ. જેમ પોતાને દુઃખ ગમતું નથી તો પોતાની જેમ સર્વ જીવને જાણી સ્વ-કે સર્વ કોઈને દુઃખ ન આપો, નિમિત્ત ન બનો એ જિનાજ્ઞાનું ફળ છે. દરેક અનુષ્ઠાનમાં ‘ઈરિયાવહી' શા માટે : જે જે જીવોને પીડા આપી હોય તેનું ‘ મિચ્છા મિ દુક્કડ' દીધા વિના ચિત્ત સમાધિની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી અનુષ્ઠાન શુદ્ધ ન થાય- ધ્યાન રૂપ ન બને. આથી ‘ઈરયાવહી સૂત્ર જીવ મૈત્રીનું - આત્માશુદ્ધિ માટેનું પરમ સૂત્ર છે. વીતરાગ પરમાત્માની નાની પણ આજ્ઞાનું વિશુદ્ધ પાલન પણ કેવલજ્ઞાન સુધી પહોંચાડે. મૃગાવતી સાધ્વીને ગુરુણીના ઠપકા પર ઘોર પશ્ચાતાપ થયો મારા તરફથી ગુરુણીને પીડા અપાઈ – અંતરથી “ મિચ્છામિ દુક્કર્ડ આપતા કેવલજ્ઞાન પ્રગટ થયું. સર્વજ્ઞ કથિત સૂત્ર આજ્ઞા રૂપ અને તેમાં પૂર્ણતા સમાયેલી છે, સ્યાદ્વાદ તત્ત્વથી ભરેલી છે તેથી આત્માના પૂર્ણ સ્વભાવને પ્રગટાવવા સમર્થ છે. વિરતિયોગનું મહત્વ પાપથી વિરામ અર્થાત્ ભાવ પ્રાણોની રક્ષા કરવા રૂપે કષાય ભાવથી અટકવા માટે છે. માત્ર દ્રવ્ય પ્રાણોની રક્ષાથી વિરતી સફળ ન થાય. માત્ર બાહ્ય પંચાચારનું પાલન તત્ત્વને સમજયા વિના કરે તો કષાયની પુષ્ટિ કરનારા થાય. જેમ કેરીના રસનો ત્યાગ કર્યો પણ રસની આસકિત ન છૂટી તો કેરીને બદલે મોસંબી, શેરડી આદિ બીજા રસને આસક્તિ પૂર્વક ભોગવશે. ત્યાગ આસક્તિ તોડી રાગ બચવા માટે નહીં થાય તો તે પુદ્ગલ ભાવમાં અટવાઈ જશે. જીવ અને પુદ્ગલ બંનેનું પોતપોતાના સ્વભાવ પ્રમાણે પરિણમન જુદી જુદી રીતે થાય છે. માટે પ્રથમ તે બંનેના સ્વભાવ અને સ્વરૂપને જાણવા પડશે. પુદ્ગલ દ્રવ્ય વર્ણ – ગંધ – રસ – સ્પર્શ અને શબ્દ રૂપે પરિણમે છે જે અનિત્ય છે, અને જીવ દ્રવ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિર્ય રૂપ પાંચ ગુણો રૂપે પરિણમન પામે છે. જે શાશ્વતા છે અને સદાય આત્મા સાથે રહેનારા છે. જીવ-પુદ્ગલ બંને પરિણામી હોવાથી જીવ પોતાના સ્વભાવમાં ન રહે તો પુદ્ગલ ભાવમાં પરિણમી જાય છે અને સ્વ સ્વભાવનું વિસ્મરણ થાય છે. માટે હું અજીવ તત્ત્વ | 193
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy