SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ પુગલના પરિણામમય બનતા આત્માને અટકવા રૂપ અને સ્વ સ્વભાવ રમણતાની સ્થિરતા રૂપ ધ્યાનનો અધિકારી થાય. ધર્મ ધ્યાનના ચાર પાયાની વિચારણા જરૂરી. ૧. આજ્ઞા વિચય: नयभङगप्रमाणाऽऽढयां, हेतूदाहरणाऽन्विताम्। आज्ञां ध्यायेजिनेद्राणामप्रामाण्याऽकलिङ्कताम्।।३६॥ ' (૧૬-૩૬ અધ્યાત્મ સાર) સ્યાદ્વાદ સ્વરૂપ અતિગહન, ગંભીર અને વિશાળાશયને ધારણ કરનારી જિનાજ્ઞાને સંપૂર્ણ રીતે સમજવા નૈગમાદિ ૭ નયો અને તે દરેક નયના પ્રાયઃ ૧૦૦૧૦૦ ભાંગા એમ ૭૦૦ ભાંગા વડે વસ્તુનો વિચાર કરવામાં આવે તો વસ્તુનું યથાર્થ-પ્રમાણભૂત જ્ઞાન થાય. વસ્તુ સંબંધી જ્ઞાન જેટલું યથાર્થ પ્રમાણભૂત તેટલા વિકલ્પો ઓછા, તેટલું ધ્યાન સ્થિરતાને પામે. વસ્તુને સમજવા હેતુ-ઉદાહરણયુક્તિનો ઉપયોગ થાય તો તે જલદી સમજાઈ જાય. તેથી જિનાગમ ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યું. ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ અને તેના ફળરૂપ ચારિત્રાનુયોગ (આચારરૂપ), તેના વિના કોઈની મુક્તિ નહીં. આથી આગમમાં ચાર નિક્ષેપો રે, સાતે નર્ય કરી રે, માહે ભલી સખાભણી વિખ્યાત. આથી ચાર નિક્ષેપા અને ૭ નયો, હેતુ, ઉદાહરણો વડે જિન વચનનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આજ્ઞા વિચય અર્થા જિનાજ્ઞાનો વિચાર કરી જિનાજ્ઞામય બની આત્મામાં વિચરવું. (રમવું) જિનાજ્ઞા ઉપાદેય ક્યારે લાગે? મનુષ્ય જીવનનો સાર માત્ર સ્વાત્મહિત પૂર્ણ સાધી લેવું તે. મનુષ્યભવ સિવાય કોઈ પણ ભવમાં આત્મહિતની પૂર્ણતા કરી શકાશે નહીં. દેવ, નરક કે તિર્યંચ ભવમાં કદાચ સમક્તિની પ્રાપ્તિ થાય તો આત્મહિત કરવાનું સમજાય, રુચિ પણ આવે છતાં ત્યાં આત્મહિતની પૂર્ણતા ન કરી શકે, ફરી જન્મ લેવો જ પડે. મનુષ્યભવ એકમાં જ અહીં આત્માની પૂર્ણતા રૂપ સિદ્ધાવસ્થા પ્રગટ કરી શકાય, બીજે નહીં અને સિદ્ધાવસ્થારૂપ પૂર્ણતા પ્રગટાવવા પ્રધાન આલંબન કારણ જિનાજ્ઞા જ પ્રધાન કારણ છે તે સિવાય નહીં. અન્ય લિંગે કોઈ કદાચ મુક્તિ પામે પણ અન્ય ને કોઈ મુક્તિ પામી 176 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy