SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ નિસીહિ એ બે વાત સાધનાની શરૂઆતમાં મૂકી. જે સાધ્ય સિદ્ધ કરવાનું છે એ પ્રણિધાન અને તે સિવાયના બધાનો ત્યાગ (નિસહિ) મૂક્યો છે. આપણે અંદર હોઈએ તો આ બધી વાતો બને અને તો જગતમાં બીજા બધા કરતા પોતાના આત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ ઉભરાશે અને ત્યારે જ આ બધું બનશે. હમણાં તો પ્રાયઃ આપણે મુડદાલની જેમ જ આરાધના કરીએ છીએ અથવા તો જગતને બતાવવા માટે આરાધના કરીએ છીએ. ૪થા ગુણઠાણા પર ભેદજ્ઞાન રુચી પૂર્વક હોય. પમા ગુણઠાણેથી વિરતિ પૂર્વકનો ક્રિયા યોગ ધ્યાન યોગરૂપ છે ને આ તમામ ક્રિયાયોગ નિર્જરા માટે મૂકવામાં આવ્યો છે, ક્રિયાયોગમાં જો સ્વભાવમય ન બને તો શુભભાવ અને શુભ પ્રવૃતિ વડે પુણ્ય બંધાઈ જાય. આપણામાં ચેતના છે તેને જાગ્રત કરવાની છે તો ક્રિયા શુદ્ધ થાય. બ) પ્રયોગબંધ: જીવના પ્રયત્ન વડે થાયતે (ઘડાનું નિર્માણ થવું) તેના ત્રણ પ્રકાર : (૧) આલપન બંધ (૨) આલિન બંધ (૩) શરીર બંધ. ૧) આલપન બંધ : દોરડા કે શણ વગેરેથી ઘાસ કે લાકડા વગેરેના ભારા બાંધવા એને છોડતા કેટલી વાર લાગે? તરત છૂટી જાય. જઘન્ય સ્થિતિ: અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાળ. ૨) આલિન બંધ: એકમેક બનીજાય જલદીનછૂટે. સ્નિગ્ધતા વધારે હોય તેથી જલદીનછૂટે.તેના૪પ્રકાર છે. (શ્લેષણા, સમુચ્ચય, ઉચ્ચય, સર્વસંતનન) ક) શ્લેષણા બંધ: દિવાલ, માટીમાં સ્નિગ્ધતા છે. સીમેન્ટમાં માટી કરતા પણ સ્નિગ્ધતા વધારે કાળી માટી ચીકણી હોય, લાખ-જેમ સ્નિગ્ધતા વધારે તેમ બંધ મજબૂત થાય, કાદવ, ઘટ, સ્તંભ. ખ) સમુચ્ચય બંધ ઃ તળાવ, વાવ, કૂવા, દેવમંદિર કોટ, સૂપ વગેરેમાં ચૂનો વગેરે ઘણી વસ્તુઓનો બંધ થાય છે. (જઘન્ય અન્તર્મુહુર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ. સંખ્યાત કાળ પછી તે પરમાણુઓ છુટા પડે.) ગ) ઉચ્ચય બંધ: કચરો, રાખ, લાકડા વગેરેનો ઢગલો. પણ પવનનો ઝપાટો આવે તો તરત ઉડી જાય. લોટ ઉડી જાય પણ તેમાં ઘી, તેલ, પાણી વગેરે નાખીને પીંડ બનાવ્યો તો લોટ ઉડશે નહીં. જેટલી સ્નિગ્ધતા વધારે તેટલો કર્મબંધ વધારે મજબૂત બને છે. રાગ, આસક્તિ વધારે તેટલો કર્મબંધ તીવ્ર અજીવ તત્ત્વ | 145
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy