SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સિદ્ધ ભો પયઓ ણમો જિણમએ નંદિ સયા સંજમે.' માટે જ દીક્ષા લઈને કેવલજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી કાઉસ્સગ ધ્યાનમાં રહે એવા આત્માઓ હવે પુદ્ગલની પરાધીનતા સ્વીકારવા તૈયાર નથી. જેમકે ૬ મહિના ઉપવાસની વાત છે તેમ ૬ મહિના કાઉસ્સગ્ગ ધ્યાનમાં પણ રહી શકાય. આપણે માત્ર તપ માટે જ આ વાત સ્વીકારી પણ આ વાત દરેકમાં લાગુ પડે છે. આત્માની ભાવથી ઊર્ધ્વગતિ: પોતાના આત્મ વીર્યને પોતાના ગુણોમાં પ્રવર્તમાન થવામાં બાધક એવા મોહને દૂર કરવો એ ભાવથી ઊર્ધ્વગતિ છે. ગુણો તો આત્મામાં છે જ બહારથી લાવવાના નથી પણ મોહનો હવે સ્પર્શ જ ન કરવો તેથી એ રિસાઈ જશે ને ચાલ્યું જશે. સંગમે વીસ-વીસ ઉપસર્ગો કર્યા તો પણ પરમાત્માએ ક્રોધ ન કર્યો તેથી ક્રોધને રીસ ચડી કે આટલા નિમિત્તો મળ્યા તો પણ પ્રભુએ મને યાદ પણ ન કર્યો તો હવે અહીં રહીને શું કરું? પરમાત્માએ ખુમારી પ્રગટાવી. આપણે પણ એના જ વંશજો છીએ તો આપણે પણ આ ખુમારી પ્રગટ કરવાની છે. વાણિયાની ખુમારી જગતમાં વખણાય છે. આખે આખી રાજસત્તાને વાણિયાઓએ ઉથલાવી દીધી છે પણ પોતાના ઘરમાં જ એને ખુમારી કામ આવી શકતી નથી, માટે મોહને હવે ઓળખવાની જરૂર છે એ આપણી પાછળ પડછાયાની જેમ ચાલે છે માટે ઓળખતા નથી. પરમાણુ સતત ગતિ કરવાના સ્વભાવવાળા જ છે અને આપણે વર્તમાનમાં એને આધીન બની ગયા છીએ માટે ૧૮ દ્રવ્ય ને ભાવ દિશામાં ભટકી રહ્યા છીએ. માટે હવે આ ઉપયોગ આવી જાય તો જિનની આજ્ઞાનો ઉપયોગ મૂકવાથી આશ્રવની તમામ ક્રિયાઓ આશ્રવરૂપ નહીં બને, પછી સંસારની તમામ ક્રિયાઓ ઔચિત્ય વ્યવહાર રૂપ બનશે. તો જિનને યાદ કરો, જિનની આજ્ઞાને યાદ કરો તથા ઔચિત્ય વ્યવહાર કરી હવે આત્માની ઊર્ધ્વગતિ કરો. જે વ્યવહારમાં રાગ-દ્વેષની પુષ્ટિ ન થાય - મજબૂત ન બની જાય પણ એ ધીમે ધીમે ઓછા થતા જાય તે જ ઔચિત્ય વ્યવહાર છે. ઘણીવાર આપણે વ્યવહારની ઉપેક્ષા કરીએ તો એમાં દ્વેષનો ભાવ વધી જાય છે. મર્યાદામાં રહીને જ્યાં આપણી જવાબદારી છે ત્યાં ઉપેક્ષા નથી કરવાની. ત્યાં વિચારવાનું છે કે મારા રાગ-દ્વેષ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે? પુદ્ગલ દ્રવ્યનો પરસ્પર જોડવાનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ કોઈની સાથે જોડાવાનો નથી છતાં અનાદિથી પુદ્ગલ સાથે આત્મા જોડાયો છે, તે સંસારયોગ છે અજીવ તત્વ | 125
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy