SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ અને અપવાદે સમિતિમાં ગુમિમાં રહેવાનું અને શ્રાવકે વ્રત પરિણામમાં રહેવાનું છે. શ્રાવકના ૧૨ વ્રત ગ્રહણ કરવાવડે પ્રયોજન વિનાના વ્યવહારો બંધ. જેટલી મર્યાદામાં રહેવાય તેટલો રહે. ચોમાસાના ચાર મહિના તો દેવ-ગુરુ-દર્શન-વંદન-જિનવાણી શ્રવણ સિવાય શ્રાવક કયાંય જાય નહીં અને ઘરે પૌષધશાળામાં પૌષધમાં સામાયિક ભાવમાં રહી સમતા ભાવને સાધવા સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવચ્ચ, પરમાત્મા ભક્તિ આદિના આશ્રય કરી સ્વસ્વભાવમાં સ્થિર થવા વડે જ ભાવથી આત્માની ઊર્ધ્વગતિ કેળવવાનો પ્રયત્ન કરે. તેથી જ કૃષ્ણ મહારાજાએ નેમનાથ પ્રભુ પાસે ચાર મહિના ઘરની બહાર નહીં જવાનો અને કુમારપાળ મહારાજે પણ ચાર મહિના નગર બહાર નહીં જવાના વ્રત દ્વારા પ્રયોજન વિનાની ગતિ પ્રવૃત્તિ રોકી હતી. ધર્મ પ્રવૃષ્ટ કયારે બને?? શુદ્ધ ઉપયોગ જેમ જેમ પ્રકૃષ્ટ બને તમે તેમ ધર્મનું પ્રકૃષ્ટ ફળ મળે છે. સાધુને જ્ઞાન-દર્શન-ચારિત્રના કારણ વિના ગતિ કરવાની નથી. શક્તિ ને સામર્થ્ય હોય તો કાઉસ્સગ્ગ ધ્યાનમાં જ રહેવાનું છે. ઉત્સર્ગે ગુપ્તિ માર્ગ છે, અપવાદે સમિતિ છે. માટે સાધુને ગુમેન્દ્રિય કહ્યા. આથી બાહુબલી ઉત્સર્ગમાર્ગની આરાધનારૂપે ૧ વર્ષ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. માન છોડી જેવા વંદન માટે પગ ઉપાડયા કે તરત કેવલજ્ઞાન પ્રગટ થયું. શ્રાવકે પણ એ જ ઉપયોગ મૂકવો કે ઊર્ધ્વગતિ સ્વભાવ છે તો કારણ વગર ભટકવાનું નથી. શ્રાવક અર્થ દંડના પ્રયોજને ગતિ કરે પણ અનર્થદંડના પ્રયત્નો ન કરે, એનાથી તો મોહને જ પુષ્ટ કરવાનું કાર્ય થશે. સામાયિક, પૂજા આદિ કરવામાં કોઈ અંતરાય કરી શકે પણ આત્મામાં ધર્મ કરવામાં કોઈનો પ્રતિબંધ નથી. વ્યવહાર ધર્મ નથી કરી શકતા તો જે બાધક બને છે એના પ્રત્યે દ્વેષ કર્યો તો અંતરાય કર્મ ઘટયો કે વધ્યો? અંતરાય કર્મ બાંધ્યા છે તે નડે છે અને ફરી રાગ-દ્વેષ કરીને નવા અંતરાય બાંધવાનું કાર્ય કરે છે. સામાયિક લઈને સમતામાં રહેવાનું હતું તો હવે સામાયિક વ્યવહારથી લઈ શકતા નથી તો નિશ્ચયથી સમતાના પરિણામો પ્રગટાવવાનો હું પ્રયત્ન કરું અર્થાત્ રાગ-દ્વેષને આધીન ન થાઉં તો અંતરાય તૂટે અને સામેની વ્યકિતના પણ પરિણામ ફરી જાય ને એ અંતરાય નહીં કરે. નિજ સ્વરૂપે જે ક્રિયા સાથે તે અધ્યાત્મ લહીયેરે, જેકિરિયા કરી ચઉગતિ સાથે તેને અધ્યાત્મ કદીયેરે. (શ્રેયાંસનાથ સ્તવન) (પૂ. આનંદઘનજી મહારાજ) 122 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy