SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કાયાના અને ઈંદ્રિયના સંયોગના કારણે આત્મા પોતાનો સ્વભાવ ભૂલ્યો છે. જેમ જેમ કર્મનો સંયોગ વધારે વધતો જાય તેમ તેમ જ્ઞાનદશા કરતાં અજ્ઞાન દશા વધતી જાય છે. આપણો આત્મા કઈ કઈ દશા ભોગવીને આવ્યો છે તેનો નિર્ણય કરવાનો છે. માટે જગતના જીવોના ભેદાદિ જાણવાના છે. ગાથાક એગિદિય સુહુમિયરા, સનિયર પલ્રિક્રિયા ય સ બિતિ ચઉં । અપજ્જત્તા ૫જ્જત્તા, ક્રમેણ ચઉદસ જિય–ઠ્ઠાણા ॥૪॥ અર્થ : સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિય, સંશી અને અસંશી પંચેન્દ્રિય તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય (આમ કુલ ૭) અપર્યાપ્તા અને પર્યાપ્તા થઈ કુલ ચૌદ જીવ સ્થાનક છે. n જીવોના ૧૪ પ્રકાર (૧) અપર્યાપ્ત સૂક્ષ્મ એકેંદ્રિય (૩) અપર્યાપ્ત બાદર એકેંદ્રિય (૫) અપર્યાપ્ત બેઈદ્રિય (૭) અપર્યાપ્ત તેઈદ્રિય (૯) અપર્યાપ્ત ચઉરિંદ્રિય (૧૧) અપર્યાપ્ત અસંજ્ઞી પંચેંદ્રિય (૧૩) અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય . (2) પર્યાપ્ત સૂક્ષ્મ એકેંદ્રિય (૪) પર્યાપ્ત બાદર એકેંદ્રિય (૬) પર્યાપ્ત બેઈદ્રિય (c) પર્યાપ્ત તેઈદ્રિય (૧૦) પર્યાપ્ત ચરિંદ્રિય (૧૨) (૧૪) પર્યાપ્ત અસંશી પંચદ્રિય પર્યાપ્ત સંશી પંચેંદ્રિય જીવોને વિવિધ પ્રકારે જાણવાનો હેતુ શો ? સમ્યગ્ જ્ઞાનના હેતુભૂત સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ. जीवादि श्रध्धानं सम्यक्त्वं जिनवरैः निर्दिष्टम् । व्यवहारात् निश्वयतः आत्मा भवति सम्क्त्वम् ॥ (ઈસણરત્ન પ્રકરણ) નવતત્ત્વ // ૪૭
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy