SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ રહિત સહજ ઉપયોગ હોવાથી ભાવાતીત હોય. પરંતુ શરીર હોવાથી છદ્મસ્થ જે ગોચરી લાવે તે વાપરી લે. ઈચ્છા કે ફરમાઈશ ન હોય. બધા જ આત્મા સત્તાથી સિધ્ધ છે. સિધ્ધના આત્મા સિધ્ધ બની ગયા છે. બાકીના આત્માઓ કર્મના આવરણના કારણે સિધ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકયા નથી. અભવ્યના આત્મામાં સિધ્ધપણું સત્તામાં છે પરંતુ તેની ઉપરના આવરણો દૂર કરી સિધ્ધપણું પ્રગટાવવાની યોગ્યતા નથી. ભવ્ય આત્માઓ પોતાની સાધનાથી સિધ્ધપણું પ્રગટ કરી ભાગ્યશાળી બની શકે. તે માટે પોતાના આત્માને તથા જગતના તમામ જીવોને સિધ્ધ સ્વરૂપે સ્વીકારવા, જોવાના તથા તે જ પ્રમાણે વર્તાવ કરવો પડે. ચાર ગતિમાંથી દેવ, તિર્યંચ અને નારક ગતિમાં આત્મા પોતાના સ્વભાવને પૂર્ણ ભોગવી શકતો નથી માટે દુઃખરૂપ છે. મનુષ્યગતિમાં આત્મા પ્રયત્ન વિશેષથી કેવલજ્ઞાન પ્રગટ કરી ચાર ઘાતીકર્મના ક્ષયે સુખી થઈ શકે છે. પરિપૂર્ણ સુખ સિધ્ધ પરમાત્મા સિવાય કોઈને નથી. કર્મ–કાયા અને કષાયથી વિરામ પામવાની ભાવનાવાળો જીવ શુભગતિને પામે છે. તે ત્રણથી વિરામ પામવાના પ્રયત્નવાળો સદ્ગતિને પામે છે. જ્યારે પરિપૂર્ણ વિરામ પામવાના પુરુષાર્થની સિધ્ધિ પામનાર જીવ સિધ્ધિગતિને પામે છે. જીવતત્ત્વને જાણીને આત્માને સતત જણાવવાનું હતું તેના બદલે જગતને જાણીને જણાવવામાં રહ્યાં અને આત્માને જ ભૂલી ગયા. શેય—હેય–ઉપાદેય પદાર્થોનો સર્વજ્ઞદષ્ટિ પ્રમાણે મારા આત્મા માટે ઉપયોગ કરવાની જિનાજ્ઞા છે. ચારગતિ આત્માને દુઃખ ભોગવવા માટેની છે. માત્ર પંચમગતિ આત્માને એકાંતે સુખ આપનારી છે. બીજાના દુઃખમાં પણ નિમિત્ત ન બને. માટે હવે એક જ નિર્ણય હોવો જોઈએ કે મારે હવે ભવ જોઈએ જ નહીં. હવે ભવમાં ભમવું નથી. માત્ર આત્મામાં જ રમવું છે. આ નિર્ણય થશે ત્યારે ભવની પરંપરાના સર્જનનો અંત આવશે. સ્વભાવમય જેટલો થાય તેટલો નવતત્ત્વ/ ૪૩
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy