SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલી ભૂલો કરી હશે? હું વીતરાગ નહીં બને ત્યાં સુધી છવસ્થાવસ્થામાં ભૂલો કર્યા જ કરીશ. હું બીજાને પીડા આપીશ તો પીડા જ મળશે. આમ અઈમુત્તા મુનિએ ભૂતકાળ અને ભવિષ્યકાળની વિચારણા કરી પીડા પામવા અને આપવાના વિચારથી અટકવાના પરિણામથી શ્રેણિ મંડાણી અને કેવલજ્ઞાન થયું. ૧૪ રાજલોકની અંદર જીવોનું અને અજીવોનું અસ્તિત્વ સ્વીકારવું એ આસ્તિકયનો પાયો છે અર્થાત્ સદર્શનનો પાયો છે. અભવ્યનો આત્મા સમ્યગુદર્શન પણ ન પામી શકે તો મોક્ષની તો વાત જ નથી. હુંઅનાદિકાળથી છું અને અનાદિકાળ સુધી રહેવાનો છું. આપણે રહેવાના ન હોઈએ તો ચિંતા ન કરત પરતુ રહેવાના છીએ તેથી આત્માની ચિંતા કરવાની છે. તમે સ્નાન કરવા બેસો પછી સ્નાન કઈરીતે ચાલે? સ્નાન છૂટી જાય એ રીતે ને? અર્થાત્ સ્નાન કરવાની પછી ફરી કયારેય જરૂર ન પડે એ રીતે. સર્વવિરતિ ન લઈ શકે તો પૌષધ લેવાની જરૂર લાગે. તમે પૌષધ કે સામાયિકમાં રહો તો તે ભાવપૂજા જ છે. તેથી દ્રવ્યપૂજાની જરૂર નથી. તેઉકાય અને વાયુકામાં ગયેલો આત્મા સીધો મનુષ્યગતિમાં ન આવી શકે. તેઉકાય-વાયુકામાંથી નીકળી પૃથ્વીકાય, વિકલૈંદ્રિય વગેરેમાં જાય પછી મનુષ્યભવમાં આવી શકે. જીવો ત્રણ પ્રકારે વેદની વેદના ભોગવવા માટે સંસારી જીવોને કર્મસત્તાએ ત્રણ પ્રકારમાં વહેચી નાખ્યાં. પુરુષવેદ-સ્ત્રીવેદ–નપુંસકવેદ. સમગ્ર સંસારી જીવો ત્રણ પ્રકારની વેદનામાંથી કોઈને કોઈ વેદના ભોગવનારા હોય છે. ત્રણ લિંગ માત્ર વેદની તરતમતાને જણાવનાર છે. આત્મા અવેદી છે. आत्मानं वेत्यविज्ञानि त्रिलिंग संगतंवपु : । सम्यग्वेदी पुनस्तत्त्वं लिंग संगतिवर्जितम् । (યોw૫) નવતત્વ // ૩૮
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy