SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ આ વેદનાની આત્મામાં શ્રધ્ધા થઈ જાય તો વર્તમાનનું એક પણ દુઃખ દુખ તરીકે નહીં લાગે. નરકનિગોદના દુઃખો આત્માએ અનંતકાળ ભોગવ્યા છે માટે આત્મામાં શકિત તો છે જ. તત્ત્વ એ આત્માને સમાધિ આપવાનું રસાયણ છે. જેમ જેમ તત્ત્વને જાણતો જાય અને તે આત્મામાં પરિણમન પામતું જાય તેમ તેમ શાન્તિ સમાધિ મળતી જ જાય. પરમાત્માના વચન પ્રત્યે શ્રધ્ધા કરવાની છે. તેના માટે સી.એ. બી.એ. જેટલું ભણવાની પણ જરૂર નથી. છઠ્ઠી–સાતમી નરકમાં પાંચ ક્રોડ ૬૮ લાખ નવ્વાણું હજાર ૫૮૪ થી અધિક રોગો શરીરમાં પ્રગટ થાય ને તેની વેદના ભોગવે અને નારકો એકબીજાને વેદના આપે તે જુદી. આવી વેદના જીવ સાતમી આદિનરકોમાં ભોગવીને આવેલો છે. એનાથી અનંત ગણી વેદના સૂક્ષમ નિગોદમાં જીવ ભોગવીને આવ્યો છે, હવે એક જ નિયમ કે દુઃખ ન જોઈએ અને સુખ વગર પણ ચાલે નહીં. જીવાદિ તત્ત્વની પરમાત્માની દષ્ટિએ શ્રધ્ધા થવી તે જ સમ્યગુ દર્શન છે. સૂકમ નિગોદના જીવોને ન જોઈ શકવા છતાં સમ્ય દર્શનના કારણે આ વાત સાંભળતા શ્રધ્ધા થઈ જાય. અનંતા જીવો સાથે નિગોદમાં રહ્યો તેથી એક બીજા સાથે દ્વેષનો પરિણામ હતો. હવે તેમાંથી છૂટવા માટે અણગાર થવું જ પડે. નિશ્ચયથી સદા માટે શરીર છોડવું એટલે સિધ્ધ થવું તેથી વ્યવહારમાં કોઈ પણ જીવને તમે દુઃખ ન આપી શકો. કરુણા ભાવનાની પરાકાષ્ટા તીર્થકર નામ કર્મ છે. તીર્થકરના આત્મા જગત સ્થિતિનું અવલોકન કરે છે ત્યારે જે પ્રમોદભાવ પ્રગટે કે જગતના તમામ જીવો મારા જેવા છે. સત્તાએ સિધ્ધતા ધરાવે છે પરમ સુખથી ભરેલા છે પરંતુ હાલમાં કાયા કષાયને કર્મની વેદના ભોગવી રહ્યા છે. છતાં જીવોને મહામિથ્યાત્વના ઉદયે પોતાના દુઃખનું પણ ભાન નથી. મોહની મહાવેદનામાં પણ તેઓ પોતાને સુખ ભોગવ્યાની ભ્રાંતિથી ભ્રાંત થઈ ભાવી દુઃખની અનુબંધ (પરંપરા) સંસાર વૃધ્ધિનું સર્જન કરી પોતાના આત્માને દુઃખના ખાડામાં ધકેલે છે. જીવો વર્તમાનમાં નવતત્વ // ૩O૪
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy