SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરવાળા ઢબપૂર્વકના શુભ કહેવાય. જેમ કે કોયલ, પોપટ મોરાદિ પક્ષીનો સ્વર શુભ સાંભળવા ગમે. જ્યારે કર્કશ, કડવા, ઢબ વિનાના શબ્દો અશુભ. ગધેડા, કાગડા, કૂતરાના શબ્દો વિરસ સાંભળવા ન ગમે. આમ સચિત્ત, અચિત્ત અને મિશ્ર = ૩૪ર શુભ અને અશુભ = xર રાગદ્વેષ-૧ર સૌથી ઓછા વિષયો શ્રવણેન્દ્રિયના છે. सुविशाल रसाल-मंजरी विचरत्कोकिलं काक कलीभरैः। किमु, मदति योगिनां मनो । निभृतानाहतनाद सादरम् ।। યોગિઓનું મન સ્વના અનાહત નાદ સાંભળવામાં લીન હોવાને કારણે જંગલમાં ખીલેલી વનરાજી, આંબામંજરીમાં વિચરતી કોકિલના મધુર સ્વરોમાં સંગીતમય વાતાવરણમાં ધ્યાન કરવા છતાં તેઓ તેનાથી પર હોય છે. તેમનું અંતર અનાહત નાદ સાંભળવામાં મશગુલ હોવાથી તેને પક્ષીઓનો મધુર સ્વર આકર્ષી શકતો નથી. ભોગીઓ તે સ્વરમાં આસક્ત થઈ જાય છે. આસક્તિનું કારણ શબ્દ એ પુગલ છે. સચિત્ત વ્યક્તિ (પક્ષી–સ્ત્રી) માંથી નીકળતો શબ્દ મધુર, ઝીણો, મૃદુ અને જ્યારે તે રાગના વિકારની વિકૃતિ સહિત નીકળે ત્યારે કામરાગ પ્રગટ કરવા સમર્થ છે. 1 લઘુકર્મીઓને જિનવાણી ભવભ્રમણ મીટાવે, ભારી કર્મીઓને ભવભ્રમણનું કારણ બને. શુભ શબ્દ વર્ગણા સૌથી શ્રેષ્ઠ પરમાત્માના સમવસરણમાં, માલકોશ રાગમાં, દિવ્ય સંગીત સહિત પરમાત્માના મુખારવિંદમાંથી નીકળતી જિનવાણી આગમરૂપ છે. જે ભવ્ય લઘુકર્મી બનેલા, માર્ગ સન્મુખ થયેલા, ચરમાવર્તી કે ચરમ ભવ કરવાની ભાવનાવાળા જીવોમાં ભૂખતરસ મટી જાય, કર્ણને સુખ આપનારી અને જીવને શિવ બનાવનારી હોય છે. અભવ્ય ભારેકર્મી આત્માઓને જે જિનવાણી જીવને શિવ બનાવે તેવા અચિંત્ય પ્રભાવશાળી છે, તે વાણી પણ વિષયનું કારણ બને. કાલસૌકરિક પ્રભુના સમવસરણમાં આવી જિનવાણી સાંભળતા ડોલાયમાન થાય. સમવસરણમાં પાંચ ઈન્દ્રિયના ઉત્કૃષ્ટ શુભ નવતત્વ || ૨૨૮
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy