SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ કૂતરના કલેવરની ગંધ, ચોથી પૃથ્વીમાં મૃત બિલાડીની ગંધ, પાંચમી પૃથ્વીમાં મૃત મનુષ્યના કલેવરની ગંધ, છઠ્ઠી પૃથ્વીમાં ભેંસના કલેવરની ગંધ, સાતમી પૃથ્વીમાં મૃત ઉંદરના કલેવરની ગંધ હોય છે, અર્થાત્ નરકમાં મૃત કલેવરની ગંધ કરતા અધિક ગંધ હોય છે. વસ્તુ ન દેખાય છતાં વસ્તુનું જ્ઞાન થવામાં ગંધ પણ કારણ બને છે. જંગલમાં હિંસક પ્રાણીઓ મનુષ્યની ગંધની આકર્ષાઈ તેનું ભક્ષણ કરવા દોડે. રાત્રિના અંધકારમાં ઉંદરડા-બિલાડા પણ પોતાના ભક્ષને પકડી લે છે. તેમાં તેમની ધ્રાણેન્દ્રિય તીવ્ર હોય છે. કૂતરાઓ ચોરને પકડે. ચોરના પગલે પગલે તેના પગમાંથી નીકળેલા યુગલોની ગંધ પરથી પકડી લે છે. તેથી ચોરો વરસાદમાં ચોરી વિશેષથી કરે છે. પગલાની ગંધ પાણીમાં ટકી શકે નહીં. ઈન્દ્રિયોને શાન ક્યારે થાય? જ્યારે ગંધના પુગલો અત્યંતર ધ્રાણેન્દ્રિય સાથે સંયોગ પામે ત્યારે ત્યાં તેની અંદર રહેલી ઉપકરણ ધ્રાણેન્દ્રિય વડે લબ્ધિ ભાવેન્દ્રિય સાથે જોડાય ત્યારે ગંધનો નિર્ણય થાય. સુગધ શુભ છે અને દુર્ગધ અશુભ છે. સુગંધ શુભ છે તે બોધ થવા રૂપ કાર્ય આત્મા ઇન્દ્રિય દ્વારા પુદ્ગલ દ્રવ્યને જોય રૂપે કરે છે પણ તે વખતે મિથ્યાત્વ ઉદયમાં હોય તો સુગંધ છે માટે શુભ તેથી ઉપાદેય લાગે તેથી નાક તે દિશામાં ખેંચવાનું મન થાય. અર્થાત્ ત્યાં રતિ થાય અને દુર્ગધરૂપે છે તો અશુભ છે તો ત્યાં નાક મચકોડવાનું થાય એટલે અરેરાટી થાય અને સમતા ખંડીત થાય. ભમરાઓ કમલની ગંધમાં આશકત બને, મૂચ્છિત બની પોતાના પ્રાણ ગુમાવે છે. જે ગંધ પ્રિય હોય તે પ્રાયઃ સંગીત પ્રિય પણ હોય છે. સર્પ સંગીત અને સુગંધ દ્વારા મદારીની જાળમાં ફસાય છે. ગંધનો પ્રભાવ છે સુગંધી દ્રવ્યને દુર્ગધમાં ફેરવતા વાર જ ન લાગે. શરીરને ગમે તેટલું સુગંધી દ્રવ્યોથી ધોવે છતાં તે પાછું દુર્ગધ મારતુ થઈ જાય. સુગંધ દુર્ગધમાં ફરતા વાર નહીં. શુચીન્યપશુચી કર્યું સમર્થેડશુચિ સંભવે દેહે જલાદિના શોચ, ભમો મૂઢસ્ય દારૂણઃ જા (જ્ઞાનસાર) નવતત્વ // ૨૦૫
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy