SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (બંગાળી મીઠાઈ ફાટેલ દુધની છીણીમાંથી–તાલવૃક્ષના ભરાયેલા ગોળમાંથી બને) મને હજી તૃપ્તિ થઈ નથી' મનુષ્યનો દુર્લભ મવ મળ્યો. બધા દેશોમાં ભારતદેશ મહાન જૂદા જૂદા ગામ નગરની જૂદી જૂદી રીત-જાત-સ્વાદ માણવા મને આઠ દાયકા ઓછા પડયા. હજી કેટલા ગામ-નગરોના વિવિધ પકવાનાદિ વિવિધ સ્વાદને હું જાણતો નથી, જો ઉપરા ઉપરી મનુષ્યના સાત દીર્ઘભવની પ્રાપ્તિ થાય તો પણ કદાચ ઓછા પડે, જીવોને રસનો સ્વાદ છોડવો કેટલો દુષ્કર છે? મંગુ આચાર્ય પણ રસનાં સ્વાદમાં આસક્ત થવા વડે નગરની ખાળ આગળ હલકા દેવ તરીકે ઉત્પન્ન થયા. આમ જો સ્વાદનો રસ ન છોડવામાં આવે તો રસનેન્દ્રિયના ૬૦ વિષયો વડે આત્માનો સમતા સ્વભાવ ખંડિત થાય. પાંચ રસ (સ્વાદ) એ સચિત વસ્તુઓ કે અચિત વસ્તુમાં કે મિશ્રમાં હોય પ૪૩= ૧૫ તેમાં ૩ શુભ ૨ અશુભ. શુભઃ તૂરો, ખાટો, મધુર અશુભ કડવો, તીખો ૧૫૪૨-૩૦ અને તેમાં રાગદ્વેષ ભળતા ૩૦xર=0 વિષય. તેમાં ૩૦ વિષય માત્ર જોય છે અને તેમાં જો રાગદ્વેષ ન ભળે તો તે વિષય રૂપ બનતા નથી તો તે વિષયરૂપી કર્મબંધનું કારણ બને, પાંચ રસોમાં સુખની પ્રગટ થતી ભ્રાંતિ એ આત્માના સમતારૂપ સ્વભાવ સુખના રસને અનુભવવામાં બાધક બને છે.પુદગલનાં સ્વાદને પ્રત્યક્ષ સુખ જીવો માની લે છે. તેથી આત્માના અતીન્દ્રિય સુખ શોધવામાં કે અનુભવવામાં પ્રયાસ કરતા નથી, અને વિષયરસની આસક્તિ જીવોને તપ કરવામાં અને તપના પરિણામ અનુભવવામાં બાધક બને છે. તપ એ જ વાસ્તવિક આત્માના સુખ માટેનું પરમ સાધન છે અને તપનો પરિણામ તે જ આત્મસુખ. દરેક જીવ માટે શુભ તથા અશુભ એ અલગ અલગ હોઈ શકે છે. માટે એક માટે શુભ રસ એ બીજા માટે અશુભ રસ હોઈ શકે છે. a રાગ એ જ રોગ છે. રસના સ્વાદની આસક્તિથી થતા રોગો. (૧) મધુર રસ મધુર રસ આસક્તિ પૂર્વક વાપરવાથી અનેક પ્રકારના રોગ પ્રગટે ખાંસી, આળસ, શ્વાસોચ્છવાસ, કૃમિ-હાથીપગ, બસ્તી વગેરે થાય. (૨) કડવો રસઃ કડવોરસ પણ રોગ વધારે, કંઠ, તાલુ, હોઠ સુકાવા હાથી પગ, કંપાયમાન થાય. બળનો ક્ષય થાય. નવતત્વ // ૧૯૯
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy