SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ વંદન કરવાના અધિકારી બનતા નથી. અભવ્ય જીવોના સત્તામાં પાંચે ગુણ પૂર્ણ રહેલા છે છતાં તેમને અનાદિમિથ્યાત્વના કારણે ગુણોને પ્રગટાવવાની રુચિ પ્રગટ ન થાય અને અચરમાવર્તી ભવ્યો જ્યાં સુધી ચરમાવર્તમાં નહીં આવે ત્યાં સુધી તેને સ્વાત્મા પ્રત્યે પ્રેમ–આદર પ્રગટ નહીં થાય ત્યાં સુધી પુદ્ગલ સુખનો તીવ્ર રાગ રહેશે. તેને સ્વગુણની રુચિ પ્રગટ નહીં થાય. તેથી તે પણ વંદનનો અધિકારી ન થાય. 1 અપુનર્બદશાવાળા તથા સમ્યગદષ્ટિ દ્રવ્યથી વંદનાના અધિકારી છે. જ્યારે દેશવિરતિ–દેશથી અને સર્વવિરતિધર વંદનના પૂર્ણ ભાવથી અધિકારી છે. અધિકારી તેને કહેવાય જેને તે વંદન કરે તે તેને પ્રાપ્ત થાય કે પ્રાપ્ત કરી શકે. વંદન કોને કરવાના? અને કોણે કરવાના? જેઓ ગુણથી પૂર્ણ થયા છે તેમને વંદન કરવાના છે. અરિહંત, કેવલી અને સિધ્ધ ભગવંતો ગુણથી પૂર્ણ થઈ ગયા છે તેથી તેઓ વંદનીય છે. પણ તેમણે કોઈને વંદન વ્યવહારથી કરવાના નથી. તેથી તેમને વંદનાદિ એકપણ વ્યવહાર આવશ્યક કરવાના ન હોય. પચાસ હજાર કેવલીઓના ગુરુ ગૌતમ સ્વામી હોવા છતાં પોતે છવસ્થ અને શિષ્યો કેવલી હોવાથી શિષ્યો ગુરુને વંદન કરતા નથી અને તેઓની પર્ષદા પણ જૂદી હોય છે. 3 આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વી ગુણથી પૂર્ણ નથી તો તેમને વદન શા માટે? અને શ્રાવક બાર વ્રતધારી પૌષધરૂપ વિરતિમાં હોય છતાં તે પંચાગ પ્રકિપાતપૂર્વક વંદનીય કેમ બનતો નથી? આચાર્યાદિ ગુણથી પૂર્ણતાને ન પામેલા હોવા છતાં તેમણે ગુણની પૂર્ણતા માટે જાવજજીવની (આ જીવન સુધી) પ્રતિજ્ઞા ધારણ કરી છે. તેમાં કોઈ છૂટછાટ રાખી નથી.કરેમિ ભંતે સામાઈય' હું જાવજજીવ સર્વ પાપનો ત્યાગપૂર્વક મારા સમતા સ્વભાવ (વીતરાગ)માં રહીશ એની મહાભીષ્મ પ્રતિજ્ઞા ધારણ કરી છે.' તેમાં કોઈ અપવાદ કે છૂટછાટ રાખી નથી અને તે વીતરાગતા પ્રગટાવવા માટે જ જીવન જીવી રહ્યા છે. તેમાં ભૂલથી પણ અજ્ઞાનવશ કષાયભાવ થઈ જાય તો તેનો નવતત્વ // ૧૫૧
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy