SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ આવવાની પ્રક્રિયારૂપ અર્થાત્ વિભાવદશાથી છૂટવારૂપ. તેમાં સવારે તપચિંતવણીના કાઉસ્સગમાં તપચિંતન કર્યું. હજી સુધી મારા આત્માએ તપની પૂર્ણતા કરી નથી. તેથી કર્મોના બંધનથી મુકત ન થયો અને હજી કાયામાં રહ્યો અને તે કાયામાંથી છૂટવા કાર્યોત્સર્ગ ધ્યાન પ્રભુએ ફરમાવ્યું, કાયામાંથી છૂટવાનો ઉપાય તપ. આહારમાંથી કાયા બની માટે હવે કાયાને આહાર આપવાનું બંધ કરવાનું પ્રભુએ ફરમાવ્યું, 'ખાવું એ પાપ છે.' પ્રભુએ હાલ છ માસ સુધી ચારે આહાર ત્યાગ કરાવાનો કહ્યો. પણ મેં પ્રભુની તે આજ્ઞા પાળવાનો હજી સુધી કોઈ પ્રયત્ન કર્યો નહીં ! તેના ઉતરતા ક્રમે નીચે આવતા એક દિવસ પણ ચારે આહાર ત્યાગ કરી તે આત્માની શક્તિનો વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો નહીં. જેથી એક દિવસના ત્યાગથી આગળ વધતા વધતા ૬ મહિના સુધી પણ હું પહોંચી શકું કેવી મારી આહાર–સંજ્ઞાની 'આસક્તિ'. ધન્ય અતનુ પરમાત્મા, જ્યાં નિશ્ચલતા સાર.' સિધ્ધના આત્માઓને ધન્યવાદ જેઓ કાયાથી રહિત બની માત્ર આત્માની રમણતામાં સદા માટે લીન છે. મારો ક્યારે ધન્ય દિવસ આવશે કે હું માત્ર મારા સત્તાગત સિધ્ધપણાને પ્રગટાવવાના પ્રણિધાન પૂર્વક જ જીવન જીવીશ ? જે એક દિવસમાં ચાર આહાર ત્યાગ ન કરી શકે તેને માટે 'એક ભક્ત ચ ભોયણ' દિવસમાં એક જ વાર આહાર અને પાણી વાપરવાનું જેથી શરીરની સમાધિ ટકે સંયમાદિ યોગો સિદાય નહીં તે માટે. જિનાજ્ઞારૂપ આહાર તે પણ પુરુષના ૩ર ને બદલે ૧ ઓછો ૩૧ કોળિયાથી માંડી ૮ કોળિયા પ્રમાણ અને સ્ત્રીને ૨૭ થી ઘટતા ૮ કોળિયા પ્રમાણ ફરમાવ્યું. 'એક કોળિયો પણ કેટલા જીવોના બલિદાનથી અર્થાત્ મારા જેવા સત્તાએ સિધ્ધાત્માના બલિદાન વડે બને ! અને તેના પર મારા શરીરને ટકાવવાનું? ક્યારે શરીરનો મોહ છૂટશે ? આત્માનો રંગ ક્યારે લાગશે ? આમ વિચારણાપૂર્વક પચ્ચક્ખાણ પારતા કે વાપરતા વાપરતા આહારનો મોહ છૂટે અને આત્માનો રંગ લાગતા કરગડૂમુનિને કોળિયો–કેવલનું કારણ બન્યું. ૫૦૦ તાપસો પણ ખીર ખાતાં ખાતાં વિશુધ્ધ અધ્યવસાયે ચઢતા કેવલજ્ઞાનને પામ્યા. ભવના બંધનો નવતત્ત્વ // ૧૪૬
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy