SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદભોકતારૂપે તેમને સહજ પરિણમન થયા કરે. જેમણે તીર્થકર નામકર્મની નિકાચના કરી છે તેમને કેવલજ્ઞાન પ્રગટતા પ્રથમ લોકોત્તર ઔચિત્યરૂપે તીર્થંકર નામકર્મના વિપાકરૂપે– દેશના આપવી તે કલ્પ (આચાર) રૂપ હોવાથી તેઓ તીર્થકર નામકર્મ ખપે નહીં ત્યાં સુધી દેશના આપે. તેમની દેશના ઔચિત્ય વ્યવહારરૂપ હોય પણ કર્તાભાવે ન હોય. a સામાયિકાદિ વ્યવહાર કૃત છ આવશ્યકનો ઉપદેશ તીર્થકર પરમાત્મા શા માટે ફરમાવે? તીર્થંકર પરમાત્માનો જિનવાણીરૂપ અમૃતોપદેશરૂપ દેશના પ્રવાહ સર્વજ્ઞ અને વીતરાગ સ્વભાવમાંથી પ્રકાશિત થતો હોવાથી તે માત્ર ભવ્ય જીવોના સત્તાગત વીતરાગ અને સર્વજ્ઞ સ્વભાવને પ્રગટ કરવાના ઔચિત્ય વ્યવહારરૂપ જ હોય. નિયયરૂપ જ આવશ્યક જે આત્માના સ્વભાવરૂપ છે, તે અનાદિ કર્મસંયોગના કારણે દબાયા છે અને તે તે કર્મના ઉદયથી તે છ આવશ્યકને બદલે તેના વિકારરૂપ કર્મકૃત આવશ્યકને માત્ર પુદ્ગલના સંયોગરૂપ આહાર, શરીર, ઈન્દ્રિય શ્વાસોચ્છવાસ ભાષા અને મન આ આત્માના પરાધીનરૂપે–પીડારૂપે–સંસાર સંયોગરૂપે પ્રગટ થયા. તેથી તેને દૂર કરવા તીર્થંકર પરમાત્માએ સામાયિકાદિક વ્યવહાર આવશ્યકનો આજ્ઞા આરાધનારૂપે ઉપદેશ ફરમાવ્યો. કર્મના ઉદયરૂપ છ પથતિથી છ કર્મફત આવશ્યક અને તેની પ્રતિપક્ષ હાનીકૃત છ વ્યવહાર આવશયક અને આત્માના સ્વભાવત છ નિશ્ચય આવશયક : કર્મફત આવશ્યક વ્યવહાર કૃત આવશ્યક નિશ્ચય આવશ્યક (૧) આહાર પખાણ * જ્ઞાનામૃત ભોજન (૨) શરીર વંદન આત્મ પ્રદેશો અને જ્ઞાનાદિ ગુણોમાં વીર્યનું નવતત્વ || ૧૩ર
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy