SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબંધ તે પાપ અને સ્વગુણોમાં પરિણમે તેટલી નિર્જરા. કાયોત્સર્ગ કરતી વખતે શ્વાસોચ્છવાસ આદિ લેવા જ પડે. અનન્દ સૂત્ર દ્વારા આગાર રાખીએ છીએ. કાયોત્સર્ગમાં તો 'અપ્પાë વોસિરામિ' કરવાનું છે. પરંતુ શ્વાસોચ્છવાસ આદિ અનભિસંધિ વીર્યની પ્રવૃત્તિને આપણે અટકાવી શકતા નથી. આત્મામાં અસંખ્ય પ્રદેશો છે. તેમાં પ્રદેશ પ્રદેશે અનંત વિર્ય છે. વીર્યના કારણે આત્મામાં અનંત શક્તિ પડેલી છે. તેથી એક જ સમયમાં આત્મા પોતાના સ્વરૂપમાં રહી સમગ્ર વિશ્વને જાણી શકે અને જાણવા છતાં પોતાની રમણતાને ન છોડે. પુદ્ગલ સાથે આત્મવીર્યનું જોડાવું તે જ સંસાર યોગ છે. બીજી રીતે આત્માને પુદ્ગલ અને કર્મનો સંયોગ થવો તે સંસાર. તેથી આત્માને અત્યારે પુદ્ગલ વગર ચાલતું નથી. પુગલમાં વાસ્તવમાં સુખ નથી છતાં પુલમાં સુખને શોધે છે અને પીડા પામે છે. આત્મવીર્ય ધ્યાન રૂ૫ થવામાં કઈ રીતે કાર્ય કરે? સાતમી નરકે રૌદ્ર ધ્યાનથી જ જવાય. તેવી રીતે મોક્ષમાં શુકલ ધ્યાનથી જ જવાય. ધ્યાન બંને જગ્યાએ કામ આવે. આત્મામાં આત્મવીર્ય વધારે સ્થિર થાય તો નિર્જરા કરે અને જો આત્મવીર્ય પરની જોડે સ્થિર થાય તો વધુ કર્મનો બંધ કરે. આત્મવીર્યને પ્રગટ કરવા માટે પણ પુણ્યની જરૂર પડશે, કારણ કે આત્મા કર્મથી જોડાયેલો છે માટે પરાધીન છે. વર્તમાનકાળમાં ઉત્તમકોટિનું ધર્મધ્યાન છેલ્લા સંધયણવાળા ન કરી શકે. શુકલ ધ્યાન શ્રેષ્ઠ હોવાથી તેના માટે પહેલું સંઘયણ જરૂરી. હા, અહીં અભ્યાસ = પ્રેકટીસ કરી શકો જેથી ભવાંતરમાં ધ્યાન સુલભ બને અને સહજ થાય. મનને આત્મવીર્ય દ્વારા સ્થિર કરાય. મનને સ્થિર કરવું એટલે મનને મોહથી છોડાવવાનું, એટલે કે મનને કામ કરતું બંધ કરવાનું. તેથી મન હવે આત્માના ગુણમાં ચઢશે. શુકલ ધ્યાનમાં આત્માએ પરથી છૂટા થવાનું છે અને પોતાના સ્વરૂપ નવતત્ત્વ // ૧૦૧
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy