SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવ વચ્ચે રહ્યા કરે ત્યાં સુધી તે મોક્ષ ગતિ તરફ આગળ વધી શકતો નથી, પુણ્ય-પાપના બંધનોમાં અટવાતો રહે છે માટે આત્માની મોક્ષ તરફથી ગતિ પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ આ નવતત્ત્વો જાણવા જરૂરી છે. આત્માના આનંદનો અનુભવ કરાવવા આ નવે તત્ત્વોને જાણી અને પ્રતીતિના સ્તરે તેની અનુભૂતિ કરી અરૂપી એવો આત્મા પોતાના મુળ સ્વરૂપમાં આવી પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતો થાય ત્યારે આત્મા અપૂર્વ નિર્જરા કરે અને આત્મા મોક્ષ તરફના માર્ગે અગ્રેસર થતો જાય. આ પુસ્તકમાં નવતત્ત્વો પૈકી પ્રથમ તત્ત્વ "જીવતત્ત્વ' વિશે ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજણ આપી ૫૭ભેદરૂપે રહેલા જીવોને છ પ્રકારમાં સમાવ્યા છે અને તેની તથા કર્મકૃત છ આવશ્યકની ગહન સમજણ આપવામાં આવી છે જેના અભ્યાસથી સાચા આત્માર્થી જીવની દષ્ટિ બદલાયા વિના નહીં રહે અને તે જિજ્ઞાસુ આત્માને સમ્યગદર્શન તરફ – મોક્ષમાર્ગે પ્રયાણ કરવામાં ખૂબ જ ઉપયોગી બનશે તેવી અભિલાષા સહ. આ પુસ્તક તૈયાર કરવામાં સુશ્રાવક કમલેશભાઈ દામાણી તથા નિતિનભાઈચોકસી તેમજ મુફ શુધ્ધિકરણમાં બાર માસખમણના તપસ્વી મુનિશ્રી ઈન્દ્રશેખરવિજય મહારાજ સાહેબ તથા સાધ્વીશ્રી કેવલ્યરત્નાશ્રીજીનું યોગદાન ભુલાય તેમ નથી. જિનાજ્ઞા વિપરીત નિરૂપણ ક્યાંય પણ થયું હોય તો તેના માટે હાર્દિક 'મિચ્છામી દુક્કડ. મેરુ તેરસ૨૦૭૪ -પ્રકાશક નિલમ વિહાર, પાલીતાણા 'જિજ્ઞાસુ વાચકવર્ગને ખાસ સૂચના આ નવ તત્વ આત્માપ્રતિતીના પ્રયાણ સ્વરૂપ હોવાથી અત્યંત મનનીય– ચિંતનીય છે. નવતત્ત્વ || ૮
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy