SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પવિત્ર કલ્પસૂત્ર માસને કૃષ્ણ પક્ષ વર્તતો હતો. તે પખવાડિયાની અગિયારશના દિવસે ગુજરાતી માગશર વદી અગિયારશ) પહેલા પ્રહરને વિષે,વિશાલા નામની પાલખીમાં બેસીને આશ્રમપદ ઉદ્યાનમાં, અશોક નામના ઉત્તમવૃક્ષની પાસે આવ્યા,પાલખીમાંથી નીચે ઊતર્યા, પોતાની મેળેજ પિતાનાં આભૂષણ વગેરે ઊતાર્યો, અને પોતાની મેળે જ પંચમુખિ લેચ કર્યો. આખીએ ચિત્રમાલામાં આ ચિત્ર બહુ જ ધ્યાન ખેંચે તેવી રીતે ચિત્રકારે તાદશ્ય ચીતર્યું છે. આજુબાજુના ઝાડની બેઠવણી બહુ જ સુંદર પ્રકારની છે. આ ખુંએ ચિત્ર મૂળ સેનાની શાહીથી ચીતરેલું છે. ચિત્ર ૫૬: પ્રભુ મહાવીરને જન્મ. ઈડરની પ્રતના પાના ૩૫ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૪નું આ પ્રસંગને લગતું વર્ણન. તે ત્રિમાં ત્રિશલા માતા મહાવીરના સન્મુખ જઈ રહેલાં છે. અને તે એકલાં જ છે, જ્યારે આ ચિત્રમાં માતા ત્રિશલાના હાથમાં મહાવીર પ્રભુ બાળકરૂપે છે પરંતુ તેણીની નજર સ્ત્રી-નેકર જે પગ આગળ ઊભી છે તેની સન્મુખ છે. ડાબા હાથે ત્રિશલા તે સ્ત્રી-કરને પુત્ર જન્મની ખુશાલીમાં કાંઈક ઈનામ આપતાં હોય એમ લાગે છે. છતનાં ભાગમાં સુંદર સુશોભિત ચંદ બાંધે છે. પલંગની નીચે ચિત્રની જમણી બાજુથી અનુક્રમે શેક કરવા માટે સગડી, પગ મૂકીને ઉતરવા માટે પાંદપીઠ, પાદપીઠ ઉપર કાંઈક વસ્તુ છે જે સ્પષ્ટ સમજી શકાતી નથી અને ઘૂંકવા માટે પિકદાની છે. આ ચિત્ર પણ ચિત્ર પપની માફક મૂળ ચિત્ર કરતાં મોટું કરીને અત્ર રજૂ કરેલું છે. આ રીતે ૧૧ચિત્રફલકમાં ૫૬ તાડપત્રીય કલપસૂત્રનાં ચિત્રો આ પુસ્તકમાં આપવામાં આવેલાં છે. Plate XIII ચિત્ર ૫૭ઃ પ્રભુ મહાવીર. ભારતી. ની કાગળની કલપસૂત્રની પ્રતના પાના ૧ ઉપરથી. ક૯૫સૂત્રની કાગળપરની સચિત્ર હસ્તપ્રતોમાં તારીખની નેંધવાની આજસુધી મળી આવેલી પ્રતમાં આ પ્રત સૌથી પ્રાચીન હોવાથી પ્રતના ૧૦ ચિત્રમાંથી એક અત્રે રજૂ કરેલું છે. લાલ સિંદૂરિયા રંગની પૃષ્ઠભૂમિપર પીળા રંગની શ્રી મહાવીર પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. વિશેષ વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨નું વર્ણન. ચિત્ર ૫૮: પ્રશસ્તિનું પાનું. ચિત્ર ૫૭ વાળી હસ્તપ્રતનું છેલ્લું પાનું. લખાણની સાત લીટીએ પછી બીજી લીટીમાં પ્રશતિના ૨૬ માં શ્લોકમાં આ પ્રત ૧૪૨૪માં લખાવ્યાને ઉલ્લેખ આ પ્રમાણે અક્ષરોમાં કરે છે? विक्रमादित्यतो वर्षे जिनवेद संमिते । श्रीकल्पपुस्तकं स्वस्तिदायकं समलीलिखत् ॥२६॥ વિક્રમ સંવત ૧૪૨૪માં સ્વસ્તિને આપવાવાળું [આ] કલ્પસૂત્ર લખવામાં આવ્યું છે. ત્રીજી લીટીના ર૭માં બ્લેકમાં સંવત ૧૪૨૭માં પિતાના ગુરુને વાંચવા માટે આપ્યાને સ્પષ્ટ ઉલેખ આ પ્રમાણે છે: मुनिनयनवेदचंद्र प्रमिते संवत्सरे निजगुरुभ्यः । उत्सवपूर्वं कल्पस्य पुस्तक वाचयामास ॥२७॥ રy Y૧ .
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy