SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ રજુઆત ચિત્રકારે કરી જણાતી નથી. ચિત્રમાં એક હાથે મસ્તકના વાળને લોન્ચ કરવાને ભાવ દર્શાવતા, ઈન્દ્રની સન્મુખ જતા મહાવીર પ્રભુ, અને બે હાથ પસારીને પ્રભુએ લોન્ચ કરેલા વાળને ગ્રહણ કરવાની ઉત્સુકતા બતાવતો ઈન્દ્ર દેખાય છે. ઈન્દ્રના પાછળના એક હાથમાં વજ છે જે ઈન્દ્રને ઓળખાવે છે. ખરી રીતે તો જ્યારે જ્યારે ઈન્દ્ર પ્રભુની પાસે આવે ત્યારેત્યારે આયુને ત્યાગ કરીને જ આવે એ રિવાજ છે, પરંતુ ઈન્દ્રની ઓળખાણ આપવા ખાતર ચિત્રકારે વજુ કાયમ રાખેલું હોય એમ લાગે છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલો અર્ધવસ્ત્રદાનને પ્રસંગ જેવાને છે. જે વખતે શ્રમણ ભગવાન મહાવીર ગૃહસ્થપણામાં વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય ફેડી રહ્યા હતા, તે વખતે એક દરિદ્ર સમ નામાં બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયા હતા. પિતે કમનસીબ હોવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછો ફર્યો. ગરીબીથી અકળાઈ ગએલી બ્રાહ્મણ પત્ની તેને લડવા લાગી કેઃ “અરે નિર્ભાગ્યશિરોમણિ ! શ્રીવર્ધમાનકુમારે જ્યારે સુવર્ણને વરસાદ વરસાવ્યો ત્યારે તમે કયાં ઉંઘી ગયા હતા? પરદેશમાં ભટકીને પણ હતા તેવા ને એવા જ નિર્ધન પાછા ઘેર આવ્યા ! જાઓ, હજી પણ મારું કહ્યું માની, જંગમ કલ્પવૃક્ષ સમાન શ્રીવર્ધમાન પાસે જશે તે તે દયાળુ અને દાનવીર તમારું દારિદ્રય દૂર કર્યા વિના નહિ રહે.” પિતાની સ્ત્રીનાં વિચને સાંભળી પેલે બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યું અને કહેવા લાગ્યો કેઃ “હે પ્રભુ! આપ તો જગતના ઉપકારી છે. આપે તો વાષિક દાન આપી જગતનું દારિદ્રય દૂર કર્યું. હે સ્વામી! સુવર્ણની ધારાઓથી આપ સર્વત્ર વરસ્યા તે ખરા, પણ હું અભાગ્યરૂપી છત્રથી એ ઢંકાઈ ગયા હતા કે મારી ઉપર સુવર્ણધારાનાં બે ટીપાં પણ ન પડવાં! માટે હે કપાનિધિ ! મને કાંઈક આપો. મારા જેવા ગરીબ બ્રાહ્મણને નિરાશ નહિ કરો!” કરુણાળુ પ્રભુએ તે વખતે પિતાની પાસે બીજી કઈ વસ્તુ ન હોવાથી, દેવદૂષ્ય વસ્ત્રને અરધે ભાગ આપ્યો, અને બાકીને પાછા પિતાના ખભા ઉપર મૂકો! (જુઓ ચિત્રની જમણી બાજુ). હવે પેલો બ્રાહ્મણ, કિંમતી અને અરધે ભાગ મળવાથી ખૂબ ખુશી થતો થતો સત્વર : પિતાના ગામ આવ્યો. તેણે તે અર્ધ દેવદુષ્ય વસ્ત્ર,તેના છેડા બંધાવવા એક તૃણનારને બતાવ્યું, અને તે કોની પાસેથી કેવી રીતે મેળવ્યું તે વૃતાંત અથથી ઇતિ પયંત કહી સંભળાવ્યો. તૃણનારે આખરે કહ્યું કે “હ સમ જે તે આ વઅને બીજે અરધે ટુકડો લઈ આવે તે બંને ટુકડા એવી રીતે મેળવી આપું કે તેમાં જરાપણ સાંધે ન દેખાય અને તે વેચવા જાય તે તે અખંડ જેવા વસ્ત્રના એક લાખ સોનૈયા તો જરૂર ઉપજે. એમાં આપણા બંનેને ભાગ.” આ સાંભળીને બ્રાહ્મણ ફરીથી પ્રભુ પાસે આવ્યો તે ખરે, ૫ણુ શરમને લીધે તેના મુખમાંથી વાચા ન નીકળી શકી. તે આશામાં ને આશામાં પ્રભુની પાછળ પાછળ ભટકતો રહ્યો. પ્રભને દીક્ષા લીધા પછી એક વર્ષ અને એક મહિનાથી કંઈક અધિક સમય વીતી ગયા. એકદા તેઓ દક્ષિણવાચાલ નામના સન્નિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદુષ્યને અરધે ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયે. પ્રભુ નિર્લોભ હોવાથી, પડી ગએલે વઅભાગ તેમણે પાછો ન લીધે. પણ પિલે સેમ નામને બ્રાહ્મણ, જે એક
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy