________________
ચિત્રવિવરણ
૧૩
કરેલા દેખાય છે, તેના મસ્તક ઉપર એક સેવકે પાછળ ઊભા રહીને બે હાથે છત્ર પકડીને ધરેલું છે. છત્ર ધરનારની પાછળ મીજી એક પુરુષ વ્યક્તિએ હાથની અંજલિ જોડીને તથા ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં બે પુરુષ વ્યક્તિએ પોતાના બંને ઢીંચણુ પૃથ્વીતળને ઇન્દ્રની માફક જ અડાડીને ભક્તિ કરવા માટે તત્પરતા બતાવતી ચિત્રકારે ચીતરેલી છે. આ ચિત્રમાં દરેક આકૃત્તિના કપડામાં મૂળચિત્રમાં જુદીજુદી જાતની ડિઝાઈના ચીતરવા માટે જુદીજુદી જાતના રંગે જેવા કે ગુલાબી, પીરેાજી, આસમાની વગેરે રંગાના તાડપત્રની પ્રતા ઉપર પહેલવહેલી વારજ ઉપયાગ કરેલા છે. અગાઉનાં ચિત્રામાં જુદીજુદી જાતના સ્ત્રીઓના પહેરવેશની રજૂઆત આપણે કરી ગયા છીએ, પરંતુ પુરુષ વ્યક્તિઓના પહેરવેશમાં જુદીજુદી જાતની ડિઝાઈનાની રજૂઆત આ પ્રતનાં ચિત્રા સિવાય બીજી કોઇપણ પ્રતમાં રજૂ કરવામાં આવેલી દેખાતી નથી. આ ચિત્રા ઉપરથી પ્રાચીન સમયનાં ગુજરાતનાં પુરુષપાત્રો કેવી વિવિધ જાતનાં અને રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરતાં હતાં તેના ખ્યાલ આવે છે.
ચિત્ર ર૯ઃ શમ્રાજ્ઞા. ઇડરની પ્રતના પાના ૧૨ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ર×ર ઇંચ છે. શક્રસ્તવ કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરીને, ઈન્દ્ર પેાતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠે. ત્યાર પછી દેવાના રાજા શક્રેન્દ્રને વિચાર થયા કે તીર્થંકરા, ચક્રવર્તી, બલદેવા અને વાસુદેવા માત્ર શુદ્ધ અને ઉચ્ચ ક્ષત્રિયકુળમાં જ જન્મ લઇ શકે. તેથી તુચ્છ, ભિક્ષુ અને નીચ એવા બ્રાહ્મણ કુળમાં મહાવીરના જીવનું અવતરવું ચેાગ્ય નથી, એમ વિચારી શ્રમણુ ભગવાન મહાવીરના ગર્ભને ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે મૂકવાના નિશ્ચય કર્યાં. તેમજ ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્રીરૂપે જે ગર્ભ હતા તેને દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં મૂકવાના વિચાર કર્યો. નિશ્ચય કરીને પદાતિ સૈન્યના અધિપતિ હણિગમેષી નામના દેવને ખેલાવી પેાતાની આખી યાજનાની સમજૂતી આપતાં કહ્યું કેઃ ‘હૈ દેવાનુપ્રિય ! દેવાના ઈન્દ્ર અને દેવાના રાજા તરીકે મારા એવા આચાર છે કે ભગવાન અરિહંતને શુદ્ધ કુળમાંથી વિશુદ્ધ કુળામાં સંક્રમાવવા. માટે હે દેવાનુપ્રિય ! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાંથી સહરી, ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે ગર્ભપણે સંક્રમાવ અને ત્રિશલા ક્ષત્રિયાણીના જે ગર્ભ છે તેને દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે સંક્રમાવ. આટલું કામ પતાવીને જલદી પાછે! આવ અને મને નિવેદન કર.’
આ ઘટનાને લગતી જ ઘટના કૃષ્ણના સંબંધમાં બન્યાના ઉલ્લેખ ભાગવત, દશમસ્કન્ધ, અ. ૨, શ્લા. ૧ થી ૧૩, તથા અ. ૩, શ્લા. ૪૬ થી ૫૦માં જોવામાં આવે છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે: ‘અસુરના ઉપદ્રવ મટાડવા દેવાની પ્રાર્થનાથી અવતાર લેવાનું નક્કી કરી વિષ્ણુએ ચેાગમાયા નામની પેાતાની શક્તિને ખેાલાવી, પછી તેને સંમેાધી વિષ્ણુએ કહ્યું કે તું જા અને દેવકીના ગર્ભમાં મારે શેષ અંશ આવેલા છે તેને ત્યાંથી (સંકર્ષણુ) હરણુ કરી વસુદેવની જ બીજી આ રાહિણીના ગર્ભમાં દાખલ કર. જે પછી બળભદ્ર–રામરૂપે અવતાર લેશે અને તું નંદપત્ની યશેાદાને ત્યાં પુત્રીરૂપે અવતાર પામીશ. જ્યારે હું દેવકીના આઠમા ગર્ભરૂપે અવતાર લઈ જન્મીશ ત્યારે તારા પણ યશેાદાને ત્યાં જન્મ થશે. સમકાળે જન્મેલા આપણા બંનેનું એકબીજાને ત્યાં પરિવર્તન થશે.’