SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ વર્ષાવાસ રહેલા અદ્રમભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ ત્રણ વાર નીકળવું ખપે અથવા તે તરફ ત્રણ વાર પેસવું ખપે. ૨૪૪ વર્ષાવાસ રહેલા વિકૃણભક્ત કરનારા ભિક્ષુને આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ ગમે તે સમયે પણ નીકળવું ખપે અથવા ગમે તે સમયે પણ તે તરફ પેસવું ખપે અર્થાત્ વિકૃણભક્ત કરનાર ભિક્ષુને ગોચરી માટે સર્વ સમયે છૂટ છે. ૨૪૫ વર્ષાવાસ રહેલા નિત્યજી ભિક્ષુને બધાં પ્રકારનાં) પાણી લેવાં ખપે. - ૨૪૬ વર્ષાવાસ રહેલા ચતુર્થભત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે, ઉત્તેદિમ, સંદિમ, ચાલોદક - ૨૪૭ વર્ષાવાસ રહેલા છભક્ત કરનાર ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે, તિલેદક, અથવા તુષદક અથવા જેદક. ૨૪૮ વર્ષાવાસ રહેલા અદ્રમભક્ત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે; આયામ અથવા સૌવીર અથવા શુદ્ધવિકટ. 'ર૪૯ વર્ષાવાસ રહેલા વિકૃણભક્ત કરનારા ભિક્ષુને એક ઉષ્ણવિકટ પાણી લેવું ખપે, તે પણ દાણાના કણ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં. ૨૫૦ વર્ષાવાસ રહેલા ભક્ત પ્રત્યાખ્યાયી ભિક્ષુને એક ઉષ્ણુવિકટ (પાણી) લેવું ખપે, તે પણ દાણાના કણ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં તે પણ કપડાથી ગળેલું, નહીં ગળેલું નહીં, તે પણ પરિમિત-માપસર, અપરિમિત નહીં, તે પણ જોઈએ તેટલું. પૂરું, ઊણું-ઓછું નહીં. - ૨૫૧ વર્ષાવાસ રહેલા, ગણેલી દૃત્તિ પ્રમાણે આહાર લેનારા ભિક્ષને ભોજનની પાંચ દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લેવી ખપે અથવા ભેજનની ચાર દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લઈ શકાય અથવા ભેજનની પાંચ દત્તિઓ અને પાણીની . ચાર દત્તિઓ લઈ શકાય. મીઠાની કણી જેટલું પણ જે આસ્વાદન લેવાય તો તે પણ દત્તિ લીધી ગણાય. આવી દત્તિ સ્વીકાર્યા પછી તે ભિક્ષુએ તે દિવસે તે જ ભોજનથી ચલાવીને રહેવું ખપે, તે ભિક્ષને ફરીવાર પણ ગૃહપતિના કુલ તરફ ભેજન માટે અથવા પાણી માટે નીકળવું ન ખપે અથવા ગૃહપતિના કુલમાં પેસવું ન ખપે. - ૨૫૨ વર્ષાવાસ રહેલાં, નિષિદ્ધઘરને ત્યાગ કરનારાં નિથાને કે નિગ્રંથીઓને ઉપાશ્રયથી માંડી સાત ઘર સુધીમાં જ્યાં સંખડિ થતી હોય ત્યાં જવું ન ખપે. કેટલાક એમ કહે
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy