________________
૨૩૨ વર્ષવાસ રહેલાં નિાને કે નિકીઓને બધી બાજુએ પાંચ છ સુધીમાં અવગ્રહને સ્વીકારીને વાસ કરવાનું ખપે, પાણીથી ભીને થયેલ હાલ સુક્ષય એટલે સમય પણ અવગ્રહમાં રહેવું ખપે, અને ઘણા સમય સુધી પણ અવગ્રહમાં રહેવું ખપે. અવગ્રહથી બહાર સહેલું ન ખપે.
૨૩૩ વર્ષાવાસ રહેલાં નિથાને કે નિગ્રંથીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યો માટે જવાનું ખપે અને પાછા ફરવાનું ખપે.
- જ્યાં ની સામે સારા પાણીથી ભરેલી હે છે અને નિત્ય વહેતી રહે છે ત્યાં બધી બાજુએ પાંચ ગાઉં સુધીમાં શિક્ષા માટે જવાનું અને પાછા ફરવાનું તેમને ન ખપે.
એરાવતી નદી કુણાલા નગરીમાં છે, જ્યાં એક પગ પાણીમાં કરીને ચાલી શકાય અને એક પગ સ્થલમાં પાણી બહાર-કરીને ચાલી શકાય-એ રીતે અર્થાત્ એવે સ્થળે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચ માટે જવાનું અને પાછા ફરવાનું ખપે. અને નદીવાળા ભાગમાં જ્યાં ઊપર કહ્યું એ રીતે ન ચાલી શકાય ત્યાં એ રીતે બધી બાજુએ પાંચ ગાઉં સુધીમાં તેમને જવાનું અને પાછા ફરવાનું ન ખપે.
૨૩૪ વર્ષાવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે હે ભગવંત? તું દેજે” તે તેમને એમ દેવાનું ખપે, તેમને પિતાનું લેવાનું ને ખપે.
૨૩૫ વનવાસ હેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે હે ભગવંત! તું લેજે' છે તેમને એમ લેવાનું ખપે, તેમને પોતાને દેવાનું ને ખપે.
૨૩૬ વર્ષોવાસ રહેલામાંના કેટલાકેને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય, છે હે ભગવંત! તું જે હે ભગવંત! તું લેજે' તે તેમને એમ દેવાનું પણ ખપ અને લેવાનું પણ ખપે.
૨૩૭ વર્ષાવાસ રહેલાં નિશે કે નિáથીએ હપુષ્ટ હોય, આરોગ્યવાળાં હોય, બલવાન દેડવાળાં હોય તે તેમને આ નવ રસવિકૃતિઓ વારંવાર ખાવી ને ખપે. તે જેમકે, ૧ લી દૂધ, ૨ દહીં, ૩ માખણ, ક ઘી, ૫ તેલ, ૬ , ૭ મધ, ૮ મદ્ય-દારુ, ૯ માંસ.
૨૩૮ વષવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે હે ભગવંત! માંદા માટે પ્રયોજન છે? અને તે બેલે–પ્રોજન છે, પછી માંડ્યાને પૂછવું જોઈએ કે કેટલા દૂધ વગેરેનું પ્રજન છે? અને દૂધ વગેરેનું પ્રમાણ માંદા પાસેથી જાણી લીધા પછી તે બોલે–આટલા પ્રમાણમાં માંદાને દૂધ વગેરેનું પ્રજન છે. માંદે તેને જે પ્રમાણમાપ–કહે તે પ્રમાણે લાવવું જોઈએ અને પછી લેવા જનારે વિનંતિ કરે, અને વિનંતિ કરતો તે દૂધ વગેરેને પ્રાપ્ત કરે, હવે જ્યારે તે દૂધ વગેરે પ્રમાણસર મળી