SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ કલિક અરહત અષભના સમુદાયમાં સિર્જસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપત હતી. કોશલિક અરહત અષભના સમુદાયમાં સુભદ્રા પ્રમુખ પાંચ લાખ અને ચેપન હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ સંપત હતી. કેશલિક અરહત અષભના સમુદાયમાં જિન નહીં પણ જિનની જેવા ચાર હજાર સાતસેને પચાસ ચિાદપૂર્વધરની ઉત્કૃષ્ટ સંપત હતી. કેશલિક અરહત ગષભના સમુદાયમાં નવ હજાર અવધિજ્ઞાનિઓની ઉત્કૃષ્ટ સંપત હતી. કેશલિક અહિત ઋષભના સમુદાયમાં વીશ હજાર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ કેવલજ્ઞાનિસંપત હતી. કેશલિક અરહત ગષભના સમુદાયમાં વીશ હજાર અને છર્સે પૈક્રિયલબ્ધિવાળાઓની ઉત્કૃષ્ટ સંપત હતી. કાશલિક અરહત ઋષભના સમુદાયમાં અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં વસતા પર્યાપ્ત સંજ્ઞી પંચેંદ્રિયોના મનભાવને જાણનારા એવા વિપુલમતિજ્ઞાનવાળાઓની બાર હજાર છસેંને પચાસ એટલી ઉત્કૃષ્ટ સંપત હતી. કેશલિક અરહત અષભના સમુદાયમાં બાર હજાર છસેને પચાસ વાદીઓની ઉત્કૃષ્ટ વાદિસંપત હતી. કૌશલિક અરહત 2ષભના સમુદાયમાં તેમના વીશ હજાર અંતેવાસીઓ-શિષ્યસિદ્ધ થયા અને તેમની ચાળીશ હજાર આયિકા અંતેવાસિનીઓ સિદ્ધ થઈ... કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં બાવીશ હજાર અને નવસેં કલ્યાણગતિવાળા યાવતું ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા અનુત્તરપાતિકોની-અનુત્તરવિમાનમાં જનારાઓની–ઉત્કૃષ્ટ સંપત હતી. ૧૮ કૈશિલિક અરહત અષભને બે પ્રકારની અંતકૃતભૂમિ હતી, તે જેમકે, યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ. શ્રીકષભના નિર્વાણ પછી અસંખ્ય યુગપુરુષ સુધી : મોક્ષ માર્ગ વહેતે હત–એ તેમની યુગાંતકૃતભૂમિ. શ્રી ઋષભને કેવળજ્ઞાન થતાં અંતર્મુહૂર્ત પછી ભોક્ષમાર્ગ વહેતે થઈ ગયો એટલે શ્રી ઋષભનો કેવળિપર્યાય અંતર્મુહૂર્તને થતાં જ કે ઈએ સર્વદુખેને અંત કર્યો-નિર્વાણ મેળવ્યું—એ તેમની પર્યાયાંતકૃતભૂમિ. ૧૯ તે કાલે તે સમયે કેશલિક અરહત ઋષભ વિશ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસે વસ્યા, ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્ય કરનાર તરીકે રાજ્યવાસે વસ્યા,
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy