SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ૧૭૮ અરહત વિમલને યાવત્ સર્વદુઃખથી તદ્દન છૂટા થયાને સેળ સાગરેપમ વીતી ગયાં અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્સિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૭૯ અરહત વાસુપૂજ્યને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને બેંતાળીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મહિલા વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૦ અરહત શ્રેયાંસને યાવતુ સર્વદુખોથી તદ્દન છૂટા થયાને એક સાગરોપમ જેટલો સમય વીતી ગયે ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મહિલા વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૧ અરહત શીતળને યાવતુ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાંને તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણાં એક ક્રોડ સાગરોપમ વીતી ગયાં પછી એ સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી પણ આગળ નવર્સે વરસો વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સિકાને આ - એંશીમા વરસને સમય ચાલે છે. ૧૮૨ અરહત સુવિધિને યથાવત્ સર્વદુઃખોથી તદ્દન રહિત થયાને દસ કોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને બાકી બધું જેમ શીતળ અરહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે છેઃ અર્થાત્ એ દસ ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર અને ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને તે પછી નવર્સ વરસ વીતી ગયાં ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. ૧૮૩ અરહત ચંદ્રપ્રભુને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને એક સો ક્રોડ સાગરોપમ જેટલો સમય પસાર થઈ ગયો, બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ એ સો ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવર્સે વરસ વીતી ગયાં ઈત્યાદિ ઊપર કહ્યા પ્રમાણે જાણવું. ૧૮૪ અરહત સુપાર્શ્વને યાવત્ સર્વદુઃખોથી તદ્દન હીણા થયાને એક હજાર ક્રોડ સાગરેપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ એ એક હજાર ક્રોડ સાગરોપમમાંથી તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું. ૧૮૫ અરહંત પદ્મપ્રભને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન હીણા થયાને દસ હજાર ક્રોડ સાગરોપમ એટલે સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જણવું,
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy