SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતિક દેવોએ આવીને તેમને કહ્યું ઈત્યાદિ બધું જેમ આગળ આવી ગયું છે તેમ કહેવું ચાવત્ “ભાગના હકદારેમાં દાનને વહેંચી આપીને ત્યાંસુધી. જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણને શુદ્ધ પક્ષ આવ્યા અને તે શ્રાવણ શુદ્ધની ના પક્ષે દિવસને ચડતે પહેરે જેમની વાટની પાછળ પાછળ દે માન અને અસુરોની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને યાવત દ્વારિકા નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ વિતક નામનું ઉદ્યાન છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે. ઊભી રખાવીને તેઓ શિબિકાપાલખીમાંથી ઊતરે છે, ઊતરીને પિતાની મેળે જ આભરણ માળાઓ અને અલંકારેને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોચ કરે છે, લેચ કરીને પાણી વગરનો છઠ્ઠભક્ત કરવા સાથે તેમણે ચિત્રા નક્ષત્રને જેગ આવતાં એક દેવદૂષ્ય લઈને બીજા હજાર પુરુષની સાથે કંડ થઈને ઘરવાસમાંથી નીકળીને અનગાર દશાને સ્વીકારી. ૧૬૫ અરહત અરિષ્ટનેમિએ ચેપન રાતદિવસ ધ્યાનમાં રહેતાં તેમણે હમેશાં શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું અને શારીરિક વાસનાઓને છે. દીધેલ હતી ઈત્યાદિ બધું જેમ આગળ આવ્યું છે તેમ અહીં સમજવાનું છે ચાવતું અહત અરિષ્ટનેમિને એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવન રાતદિવસ આવી પહોંચ્યું. જ્યારે તેઓ એ રીતે પંચા- વનમા રાતદિવસની મધ્યમાં વર્તતા હતા ત્યારે જે તે વર્ષાઋતુને ત્રીજો માસ, પાંચમ પક્ષ એટલે આસો માસને વદિ પક્ષ અને તે આ વ. દિ. પન્નરમીના-અમાવાસ્યાના પક્ષે દિવસના પાછલા ભાગમાં ઊંજિતશેલેશિખર ઊપર નેતરના ઝાડની નીચે પાણી વગરના અમભક્તનું તેમણે તપ તપેલું હતું, બરાબર એ સમયે ચિત્રા નક્ષત્રને ચળ આવતાં ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું યાવત્ ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. હવે તેઓ સમસ્ત દ્રવ્યો અને તેમને તમામ પર્યાયને જાણતા દેખતા વિહરે છે. ૧૬૬ અરહત અરિષ્ટનેમિને અઢાર ગણે અને અઢાર ગણુધરે હતા. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં વરદત્ત વગેરે અઢાર હજાર શ્રમણની ઉત્કૃષ્ટ શ્રમણસંપત હતી. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં આર્યચક્ષિણી વગેરે ચાળીશ હજાર આર્થિકાએની ઉત્કૃષ્ટ આચિકાસંપત હતી. 1 - અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં નંદ વગેરે એકલાખ અને એણે શિત્તર હજાર શ્રમણોપાસકેની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપત હતી. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં મહાસુવ્રતા વગેરે લાખ અને છત્રીશ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ પ્રમાણે પાસિકસંપત હતી.
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy