SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન રહે છે અને એ રીતે વિહરતાં તેમનાં બાર વરસ વીતી જાય છે. અને તેરમાં વરસનો વચગાળાને ભાગ એટલે ભર ઉનાળાનો બીજો મહિનો અને તેનો ચોથો પક્ષ ચાલે છે, તે ચોથો પક્ષ એટલે વૈશાખ માસને શુક્લ પક્ષ, તે વૈશાખ માસના શુકલ પક્ષની દશમીને દિવસે જ્યારે છાયા પૂર્વ તરફ ઢળતી હતી, પાછલી પોરબી બરાબર પૂરી થઈ હતી, સુવ્રત નામનો દિવસ હતો વિજય નામનું મુહૂર્ત હતું ત્યારે ભગવાન ભિક–જંભિયા-ગ્રામ નગરની બહાર જુવાલિકા નદીને કાંઠે એક ખંડેર જેવા જુના ચૈત્યની બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એ રીતે સ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં શાળાના વૃક્ષની નીચે દેહાસને ઊભડક બેસીને ધ્યાનમાં રહેલા હતા. ત્યાં એ રીતે ધ્યાનમાં રહેતા અને આતાપના દ્વારા તપ કરતા ભગવાન છ ક ભોજન અને પાણી નહીં લેવાને છને તપ કરેલું હતું, હવે બરાબર જે વખતે ઉત્તરાફાલ્ગની નક્ષત્રને યોગ થયેલો હતો તે વખતે એ રીતે ધ્યાનમાં મગ્ન રહેતા ભગવાન મહાવીરને અંતવગરનું, ઉત્તમઉત્તમ, વ્યાઘાત વગરનું, આવરણ વિનાનું, સમગ્ર અને સર્વ પ્રકારે પરિપૂર્ણ એવું કેવળવર જ્ઞાન અને કેવળવર દર્શન પ્રગટયું. ૧૨૧ ત્યાર પછી તે ભગવાન અહિત થયા, જિન કેવળી સર્વજ્ઞ અને સર્વદર્શી થયા, હવે ભગવાન દેવ માનવ અને અસુર સહિત લોકનાં-જગતનાં તમામ પર્યાય જાણે છે જુએ છે–આખા લોકમાં તમામ જીનાં આગમન ગમન સ્થિતિ ચ્યવન ઉપપાત, તેમનું મન માનસિક સંક૯પ ખાનપાન તેમની સારી નરસી તમામ પ્રવૃત્તિઓ, તેમના ભોગવિલાસો, તેમની જે જે પ્રવૃત્તિઓ ખુલ્લી છે તે અને જે જે પ્રવૃત્તિઓ છાની છે તે તમામ પ્રવૃત્તિઓને ભગવાન જાણે છે, જુએ છે. હવે ભગવાન અરહા થયા એટલે તેમનાથી કશું રહસ્ય-છૂપું-રહી શકે એમ નથી એવા થયા, અરહસ્યના ભાગી થયા–તેમની પાસે કરોડો દેવો નિરંતર સેવા માટે રહેવાને લીધે હવે તેઓને રહસ્યમાં-એકાંતમાં રહેવાનું બનતું નથી એવા થયા, એ રીતે અરહા થયેલા ભગવાન તે તે કાળે માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓમાં વર્તતા સમગ્ર લોકના તમામ જીવોના તમામ ભાવોને જાણતા જતા વિહરતા રહે છે. ૧૨૨ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગ્રામને અવલંબને પ્રથમ વર્ષાવાસ-ચોમાસું-કર્યું હતું અર્થાત્ ભગવાન પ્રથમ ચેમાસામાં અસ્થિક ગ્રામમાં રહ્યા હતા. ચંપા નગરીમાં અને પૃષ્ઠ ચંપામાં ભગવાને ત્રણ ચોમાસાં કર્યાં હતાં–ભગવાન ચંપામાં અને પ્રકચંપામાં ચોમાસું રહેવા ત્રણ વાર આવ્યા હતા, વૈશાલી નગરીમાં અને વાણિયા ગામમાં ભગવાન બાર વાર ચોમાસું રહેવા આવ્યા હતા, રાજગૃહનગરમાં અને તેની બહારના નાલંદા પાડામાં ભગવાન ચૌદવાર ચોમાસું રહેવા આવ્યા હતા, મિથિલા નગરીમાં ભગવાન છ વાર ચોમાસું રહેવા આવ્યા હતા, ભજિયા નગરીમાં બે વાર, આલલિકા
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy