SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ કારની તમામ પ્રકારની શોભા સાથે તમામ વાજાંઓના અવાજના પડઘા સાથે એ રીતે મોટી અદ્ધિ મોટી તિ, મોટી સેના, મોટા વાહને, મોટો સમુદાય અને એક સાથે વાગતાં વાજાઓનાં નાદ સાથે એટલે શિખ માટીને ઢેલ લાકડાને ઢેલ ભેરિ ઝાલર ખરમુખી હકક દુંદુભિ વગેરે વાજાંઓના નાદ સાથે ભગવાન કુડપુર નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જ્યાં જ્ઞાતખંડ વન નામનું ઉદ્યાન છે, તેમાં જ્યાં આસોપાલવનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં આવે છે. ૧૧૪ ત્યાં આવીને આસોપાલવના ઉત્તમ ઝાડની નીચે પિતાની પાલખીને ઉભી - રાખે છે, એ ઝાડ નીચે પાલખીને ઉભી રાખીને પાલખી ઉપરથી પિતે નીચે ઊતરે છે, પાલખી ઉપરથી નીચે ઊતરીને પોતાની મેળે જ હાર વગેરે આભરણે ફૂલની માળાઓ અને વીંટીવેઢ વગેરે અલંકારેને ઉતારી નાખે છે, એ બધાં આભરણ માળાઓ અને અલકારેને ઉતારી નાખીને પોતાને હાથે જ પાંચ મુષ્ટિ લેચ કરે છે એટલે ચાર મૂઠિવડે માથાના અને એક મૂઠિવડે દાઢીના વાળને ખેંચી કાઢે છે એ રીતે વાળનો લેચ કરીને પાણી વિનાના છટ ભક્ત-બે ઉપવાસ-સાથે એટલે છ ટંક સુધી ખાનપાન તજી દઈને અર્થાત્ એ રીતે બે ઉપવાસ કરેલા ભગવાન હસ્તત્તરા નક્ષત્રને અર્થાત્ ઉત્તરાફાગુની નક્ષત્રને વેગ આવતાં એક દેવદુષ્ય લઈને પોતે એકલા જ કેઈ બીજું સાથે નહીં એ રીતે કંડ થઈને , અગારવાસ તજી દઈને અનગારિક પ્રત્રજ્યાને સ્વીકારે છે. ૧૧૫ શ્રમણ ભગવાન મહાવીર એક વરસ ઉપરાંત એક મહિના સુધી યાવત ચીવરધારી એટલે કપડું ધારણ કરનારા હતા અને ત્યાર પછી અચેલ એટલે કપડા વગરના થયા તથા કરપાત્રી થયા. ૧૧૬ શ્રમણ ભગવાન મહાવીર દીક્ષા સ્વીકાર્યા પછી બાર વરસ કરતાં વધારે સમય સુધીના સાધનાના ગાળામાં શરીર તરફ તદ્દન ઉદાસીન રહ્યા એટલે એ ગાળામાં તેમણે શરીરની માવજત તરફ લેશ પણ લક્ષ્ય ન કર્યું અને શરીરને તજી દીધું હોય એ રીતે શરીર તરફ વટ્ય-સાધનાના ગાળામાં જે જે ઉપસર્ગો આવતા રહે છે જેવાકે, દિવ્ય ઉપસર્ગો માનવીકૃત ઉપસર્ગો અને તિર્યંચ નિકે, તરફથી એટલે કુર ભયાનક પશુપક્ષીઓ તરફથી આવતા ઉપસર્ગો, અનુ ફળ ઉપસર્ગો વા પ્રતિકૂળ ઉપસર્ગો જે એવા કેઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે બધાને સારી રીતે નિર્ભયપણે સહન કરે છે, લેશ પણ રોષ આપ્યા વિના ખમી રહે છે, અદીન ભાવે-કેઈની પણ ઓશિયાળની લેશ પણ અપેક્ષા રાખ્યા વિના તેજસ્વિપણે સહન કરે છે અને અડગપણે મનને નિશ્ચય રાખીને સહન કરે છે. ૧૧૭ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અનગાર થયા, ઈર્યાસમિતિ ભાષાસમિતિ એષણાસમિતિ આદાનભાંડમાત્રનિક્ષેપગ્રસમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ એટલે પોતાના મલ મૂત્ર થ્રેક બડખા લીંટ અને બીજે દેહમલ એ બધાંને નિર્જીવ શુદ્ધ સ્થળે પરડવવા
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy