________________
૫ અંજલી કરીને સિદ્ધાર્થ રાજાને એને એ હુકમ પાછો આપે છે. એટલે કે આપે કહેલું બધું અમે કરી આવ્યા છીએ એમ જણાવે છે.
- ૯૯ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો છે એટલે કે જાહેર ઉત્સવ કરવાની જગ્યા છે ત્યાં આવે છે. આવીને યાવત્ પિતાના તમામ અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુષ, ગંધ, વસ્ત્રો, માળાઓ અને અલંકારથી વિભૂષિત થઈને તમામ પ્રકારનાં વાજાઓ વગડાવીને મોટા વૈભવ સાથે, મોટી ઇતિ સાથે, મોટાં લશ્કર સાથે, ઘણાં વાહને સાથે, મોટા સમુદાય સાથે અને એક સાથે વાગતાં અનેક વાજાંઓના અવાજ સાથે એટલે કે શંખ, માટીનો ઢલ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડૂક, હેલકું, મૃદંગ અને દુંદુભી વગેરે વાજાંઓના અવાજ સાથે દસ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે. એ ઉત્સવ દરમ્યાન નગરમાં દાણ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, કર લેવાને છોડી દેવામાં આવ્યો છે, જેને જે જોઈએ તે કિંમત વગર ગમે તે દુકાનેથી મેળવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદવા વેચવાનું બંધ કરવામાં આવ્યું છે. કોઈ પણ જગ્યાએ જતી કરનાર રાજપુરુષોને પ્રવેશ અટકાવી દેવામાં આવ્યું છે. રાજા તમામ લોકોનું દેવું ચૂકવી આપે છે તેથી. કેઈને દેવું કરવાની જરૂર ન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉત્સવમાં અનેક અપરિમિત પદાર્થો ભેગા કરવામાં આવ્યા છે. એ એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. તથા એ ઉત્સવ દરમ્યાન કેઈને બેઠો કે વધુ દંડ કરવામાં આવતો નથી. અને ત્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓ અને નાટકયાએને નાચ ચાલુ કરવામાં આવ્યા છે તથા જ્યાં ત્યાં અને તમારા બોઠવવામાં આવ્યા છે . અને મૃદંગને નિરંતર વગાડવામાં આવે છે. એ ઉત્સવ દરમ્યાન માળાઓને તાજીકરમાયા વિનાની રાખવામાં આવી છે. અને નગરના તેમજ દેશના તમામ માણને પ્રમુદિત કરવામાં આવ્યા છે. અને તેઓ દશે દિવસ રમતગમતમાં સુલતાન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
૧૦૦ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા દશ ક્વિસને એ ઉત્સવ ચાલતો હતો તે દરમિયાન સેંકડો, હજારો અને લાખો યાગને–દેવપૂજાઓને, દાન-દાનને અને ભાગને દેતા અને દેવરાવતે તથા સેંકડો, હજારો અને લાખો લંભેને-વધામણુને સ્વીકારતો સ્વીકારાવ એ પ્રમાણે રહે છે.
૧૦૧ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરનાં માતાપિતા પહેલે દિવસે કુલપરંપરા . પ્રમાણે પુત્રજન્મ નિમિત્તે કરવામાં આવતું અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યનાં દર્શનને ખાસ ઉત્સવ કરે છે, છ દિવસે જાગરણને ઉત્સવ એટલે રાતિજગો કરે છે, અગ્યારમે દિવસ વીતી ગયા પછી અને સુવાવડનાં તમામ કાર્યો પૂરાં થયાં પછી જ્યારે બારમો દિવસ આવી પહોંચે છે ત્યારે ઘણા બહોળા પ્રમાણમાં ભેજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની ચીજો તૈયાર કરાવે છે, ભેજન વગેરેને તૈયાર કરા