SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ २० પૂછડાને પાણી સાથે અફળાવ્યા કરે છે એથી એનાં ચારે બાજુ કપૂરની જેવાં ઊજળાં પણ વળે છે અને એ દરિયામાં મોટી મોટી ગંગા જેવી મહાનદીઓના પ્રવાહે ભારે ધસારાબંધ પડે છે, એ વેગથી પડતા પ્રવાહને લીધે એમાં ગંગાવર્ત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતાં દરિયાના પાણી ઊછળે છે, ઊછળીને પાછાં ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે-ઘુમરી લે છે, એવાં ઘુમરીમાં ચક્કર ચક્કર ફરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે એવા એ ક્ષીરસમુદ્રને શરદઋતુના ચંદ્રસમાન સૌમ્યમુખવાળી તે ત્રિશલા માતા અગિયારમે સ્વપ્ન જુએ છે. ૧૧ ૪૫ ત્યાર પછી વળી, માતા બારમે સ્વએ ઉત્તમ દેવવિમાનને જુએ છે, એ દેવવિમાન ઊગતા સૂર્યમંડલની જેવી ચમકતી કાંતિવાળું છે, ઝળહળતી શોભાવાળું છે, એ વિમાનમાં ઉત્તમ સોનાના અને મહામણિઓના સમૂહમાંથી ઘડેલા ઉત્તમ એક હજાર અને આઠ ટેકા-થાંભલામૂકેલા છે તેથી એ ચમકતું દેખાતું વિમાન આકાશને વિશેષ ચમકતું બનાવે છે, એવું એ વિમાન સોનાના પતરામાં જડેલા લટક્તા મેતીએના ગુચ્છાએથી વિશેષ ચમકિલું દેખાય છે, તથા એ વિમાનમાં ચળકતી દિવ્યમાળાઓ લટકાવેલી છે, વળી એમાં વૃક, વૃષભ, ઘોડો, પુરુષ, મગર, પક્ષી, સાપ, કિન્નર, અમૃગો, શરભ, ચમરી ગાય, વિશેષ પ્રકારનાં જંગલી જનાવરો, હાથી, વનની વેલડી, કમળલ વગેરેનાં વિવિધ ભાતવાળાં ચિત્રો દરેલાં છે તથા એમાં ગંધર્વો ગાઈ રહ્યા છે અને વાજાં વગાડી રહ્યા છે તેથી એમના અવાજેથી એ પૂરેપૂરું ગાજતું દેખાય છે, વળી, પાણીથી ભરેલા વિપુલ મેઘની ગર્જનાના જેવા અવાજવાળા નિત્ય ગાજતા દેવદુંદુભિના મોટા અવાજવડે જાણે આખાય જીવલેકને એ વિમાન ન ભરી દેતું હોય એવું એ ગાજે છે, કાળે અગર, ઉત્તમ કંદરૂ-કિન્નરૂ, તુરકી ધૂપ વગેરે બળતા ધૂપને લીધે મઘમધી રહેલું એ વિમાન ગંધના ફેલાવાને લીધે મનહર લાગે છે અને એ નિત્ય પ્રકાશવાળું, ધોળું, ઊજળી પ્રભાવાળું, દેથી શોભાયમાન, સુખોપભોગરૂપ એવું ઉત્તમોત્તમ વિમાન તે ત્રિશલાદેવી સ્વમામાં જુએ છે. ૧૨ ૪૬ ત્યાર પછી, માતા ત્રિશલા તેરમે સ્વપ્ન તમામ પ્રકારના રત્નોના ઢગલાને જુએ છે. એ ઢગલો ભેંતળ ઊપર રહેલે છે છતાં ગગનમંડળના છેડાને પિતાના તેજથી ચકચક્તિ કરે છે, એમાં પુલક, વ, ઇંદ્રનીલ, સાગ, કાન, લોહિતાક્ષ, મરક્ત, મસારગલ્લ, પ્રવાલ, સ્ફટિક, સૌગંધિક, હંસગર્ભ, અંજન, ચંદનપ્રભ વગેરે ઉત્તમ રત્નોને રાશિ સરસ રીતે ગોઠવાયેલો છે, રત્નોને એ ઢગલો ઊંચો મેરુપર્વત જેવો લાગે છે, એવાં રત્નોના રાશિ-ઢગલાને તે ત્રિશલા દેવી તેરમે સ્વપ્ન જુએ છે. ૧૩ ૪૭ પછી વળી, ચૌદમે સ્વપ્ન માતા ત્રિશલા અગ્નિને જુએ છે. એ અગ્નિની જ્વાલાઓ ખુબખુબ ફેલાયેલ છે તથા એમાં છેલ્લું ઘી અને પીળાશ પડતું મધ વારંવાર છંટાતું હોવાથી એમાંથી કુલ ધૂમાડો નીકળતું નથી એ એ અગ્નિ ધખધખી રહ્યો
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy