SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ પ દેવ તરીકે ઉત્પન્ન થએલા બતાવવા માટે અત્રે વિમાનની અંદર બેઠેલા એક દેવની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે. તેની(વિમાનની) નીચે તે દેવલાકમાંથી ચવીને ચંડકોશિક નામે તાપસ તરીકે ઉત્પન્ન થએલ હાવાથી તેને તાપસ સ્વરૂપે પેાતાના બગીચામાંથી ફળ-ફૂલ તેાડતા રાજકુમારીને હાથમાં કુહાડી લઈને મારવા જતાં કુહાડા સાથે અચાનક કુવામાં પડેલા ચીતરેલા છે. ત્યાંથી મરીને તે પોતે જ ચડકૌશિક નામે દૃષ્ટિવિષ સર્પ થયા છે, તે બતાવવા માટે ચિત્રકારે કાળા ભયંકર નાગ ચીતરેલા છે. પાનાની ડાબી બાજુના ચિત્રમાં આ ચિત્રના અનુસંધાને, શ્રમણ ભગવાન મહાવીરે ચંડકૌશિકને કરેલા પ્રતિબેાધના પ્રસંગ જોવાના છે. ચંડકૌશિકના બિલ-દર આગળ જ પ્રભુ મહાવીર કાઉસગ્ગધ્યાને ઊભા છે. પ્રભુ મહાવીરના શરીરે ચિત્રકારે જે આભૂષણા પહેરાવ્યાં છે તે તેનું જૈનધર્મ પ્રત્યેનું અજ્ઞાન સુચવે છે, કારણકે તીર્થંકર જ્યારે સાધુપણામાં વિચરતા હોય ત્યારે આભૂષણુ વગેરેના શ્રમણપણું-સાધુપણું અંગીકાર કરતી વખતે ત્યાગ કરેલા હોવાથી તેમની આ સાધક અવસ્થામાં આભૂષા તેના અંગ ઉપર સંભવે જ નહિ. વર્ણનમાં સર્પને પ્રભુના પગે ડંખ મારતા વર્ણવેલા છે ત્યારે ચિત્રમાં પ્રભુના આખા શરીરે વીંટળાએલા તેને ચીતરેલા છે. પછીથી પ્રભુએ પ્રતિબાધ્યા પછી પેાતાનું મુખ બિલમાં નાખીને પડી રહેલા ચિત્રકારે ચીતરેલા છે. પાનાની ઉપરના સુશાભનમાં છ સુંદર હાથીઆ, નીચેના ભાગમાં પાંચ ઘેાડેસ્વારી તથા એક પદાતિ હથિયારાથી સુસજ્જિત થએલા અને આજુબાજુના બંને હાંસિયાઓના ઉપરના ભાગમાં યુદ્ધ કરતા ઘેાડેસ્વારી તથા નીચેના ભાગમાં જળભરેલી વાવા, વાવાની અંદર સ્નાન કરતા ચાર પુરુષા ચીતરેલા છે. આખા પાનાની ચાર લાઈનામાં ફક્ત ૧૪ અક્ષરાંના લખાણ સિવાય આખું પાનું અપ્રતિમ સુશેાભનકળા તથા ચિત્રકળાની રજૂઆત કરે છે. * Plate LXXIX ચિત્ર ૨૯૦ થી ૩ર૧ઃ કલ્પસૂત્રનાં સુંદર સુથેાભના, હંસ વિ. ૧ની પ્રતના પાનાની ઉપર અને નીચેનાં જુદીજુદી જાતનાં મા સુÀાલના ફક્ત વાદળી અને સફેદ રંગથી જ ચીતરનારા ચિત્રકારોની કલ્પનાશક્તિ કાઈ અજાયખીભરી હોય એમ લાગે છે. Plate LXXX ચિત્ર : ૩૨૨ થી ૩૫૩: કલ્પસૂત્રનાં સુંદર સુશાલના, હંસ વિ. ૧ની જ પ્રત્ત ઉપરથી. Plate LXXXI ચિત્ર ૩૫૪ થી ૩૫૭ઃ કલ્પસૂત્રનાં સુંદરતમ સુશેાલના. નવાખ રની પ્રતનાં આજુમાજીનાં જુદીજુદી જાતનાં આ સુશેાલનાની આકૃતિએ ચીતરનાર ચિત્રકાર દરેક કલારસિકની પ્રશંસા માગી લે તેમ છે. આવી સુંદર આકૃતિવાળી કલ્પસૂત્રની હસ્તપ્રતા જૈન ભંડારામાં ગણીગાંઠી જ છે. Plate LXXXII ચિત્ર ૩૫૮ થી ૩૬૨ઃ સંયેાજના ચિત્ર. પૂર્ણકુંભ, નારીઅશ્વ, નારીકુંજર, નારીશકટ અને મલ્લકુસ્તિ, દયા વિ.ની સુંદરતમ કલ્પસૂત્રની હસ્તપ્રત ઉપરથી. Plate LXXXIII ચિત્ર ૩૬૩ થી ૩૬૬ઃ નૃત્યનાં જુદાંજુદાં સ્વરૂપે।. દયા વિ.ની હસ્તપ્રત ઉપરથી. કાગળની
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy